રિવરફ્રન્ટના B.J પાર્કમાં તૈયાર થશે ફ્રેગરન્સ પાર્ક
સુંગધીદાર છોડવાથી શોભામાં બમણો વધારો થશે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા B.J પાર્કમાં નવું ફ્રેગરન્સ પાર્ક બનાવી તેની શોભામાં વધારો કરાશે.
દિવસે અને દિવસે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર નવા નવા નજરાણા ઉમેરવામાં આવી રહ્યા છે. નવી સંસ્થાઓ, બિલ્ડિંગ, રસ્તાઓ, બાગ-બગીચા, સ્પોર્ટ એરિયા તો ક્યાંક પાર્કિંગ જેવી સુવિધાઓ ઊભી કરાવવામાં આવી રહી છે.
આ સાથે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા રિવરફ્રન્ટ બી.જે પાર્કમાં નવું ફ્રેગરન્સ પાર્ક બનાવવામાં આવશે.
જેમાં અનેક સુગંધિત પુષ્પ ઉગાડવામાં આવશે; જેનાથી ગાર્ડનની શોભામાં ચાર ચાંદ તો લાગશે જ અને સાથે સાથે સમગ્ર વાતાવરણમાં પુષ્પ સુગંધની લહેરો પ્રસરી ઉઠશે
આ ફ્રેગરન્સ પાર્ક મોગરો,ચંપો,રાતરાણી,જુહી, રજનીગંધા જેવા સુગંધીદાર ફૂલોના રોપાઓ ઉગાડાશે. જેથી બગીચો ફૂલવાડી બની જશે.
પહેલાથી રોપાયેલા છોડવાને કોઈ નુકશાન પહોંચાડવામાં નહીં આવે. આ કામ AMC અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેંટ ઓથોરીટી મળીને કરશે. આ બી.જે પાર્ક 1.7 હેક્ટરમાં ફેલાયેલો છે.
ટૂંક જ સમયમાં આ ફ્રેગરન્સ પાર્કનું કામ શરૂ કરવામાં આવશે.