Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

અમદાવાદ એરપોર્ટને મળશે જમીનને બદલે જમીન!

આઇકોનીક રોડ બનાવવાની કામગીરીમાં કપાતમાં જવાથી AMC આપશે જમીન.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આપશે જમીન

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં આવતા એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ સુધીનો રોડ બનાવવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો 4,175 ચો. મી.જેટલો પ્લોટ નડતરરૂપ હોવાથી તેને AMC એ લઈ લીધો છે, જેના બદલામાં AMC હાંસોલ TP-67નો 4,175 ચો. મી.પ્લોટ સોંપશે.
 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા આનુસાર AMC સરદારનગર વોર્ડમાં આવેલા એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ સુધીના રોડને વીવીઆઈપી અવરજવરના હેતુથી તેને  આઇકોનીક રોડ તરીકે ડેવેલોપ કરાશે.

આ આઇકોનીક રોડને બનાવવા પાછળ AMC ₹36 કરોડ જેટલો ખર્ચ કરશે. જેમાં 60 મીટરના આ રોડને 90 મીટર પહોળો કરવામાં આવશે અને એક આઇકોનીક માર્ગ તરીકે ડેવલોપ કરાશે. આ રોડની કામગીરી પીપીપી મોડેલથી કરવામાં આવશે જેમાં રોડ બનાવવાની કામગીરી AMC કરશે જ્યારે અન્ય સુવિધાઓનું કામ પ્રાઇવેટ કંપનીને આપવમાં આવશે. 


વીવીઆઇપી માટે બનતા આ રસ્તાને લીધે ઘણા લોકોના રહેણાંક તથા ઘણી કોમર્શિયલ મિલકતો કપાતમાં જશે. સાથે સાથે 242 જેટલા મોટા ઝાડ અને 300 જેટલા છોડવા જેમાં 100 જેટલા વાંસ પણ છે, તેને પણ કાપવામાં આવશે. અન્ય માહિતી મુજબ તાજ ઉમ્મેદ હોટેલનો ભાગ પણ કપાય એમ છે, તેમણે પણ અન્ય જમીનની માંગ કરી છે. 
 

Published by: Kunal Solanki
Published on: Nov 15, 2024
3 LIKE
SHARE
125 VIEWS

MORE NEWS