દિવાળી દરમિયાન પ્રવસીઓમાં હવાઈ મુસાફરીનો ક્રેઝ
અમદાવાદ એરપોર્ટ પર દસ દિવસ માં લાખોની સાંખ્યમાં મુસાફરી માટે આવ્યા લોકો.
દિવાળીની રજાઓમાં અમદાવાદ એરપોર્ટ પર લગભગ 3.6 લાખ પેસેન્જરે કરી અવર-જવર, જ્યાં તહેવારના દિવસોમાં 2900 ફ્લાઇટસની મુવમેન્ટ જોવા મળી.
29 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધીમાં રોજની એવરેજ 290 ફ્લાઇટસ ઊડતી હતી. જ્યાં 7 નવેમ્બરે 313 વિમાનોમાં સૌથી વધુ 41,700 પ્રવાસીઓ નોંધાયા. અને 5 નવેમ્બરે 296 ફ્લાઇટસ માટે 40,700 પ્રવાસીઓ નોંધાયા.
અમદાવાદ એરપોર્ટના વ્યૂહાત્મક વિસ્તરણ અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જરોને આટલી ભીડ સાથે પ્રવાસ કરવાની સુવિધા મળી રહી છે.
ગુજરાતના મુસાફરોએ દિવાળીની રજાનો સંપૂર્ણ લાભ લીધો હોય તેવું આ આંકડાઓ પરથી વર્તાય છે.