તડકાથી લોકોને બચાવવા AMCનો નવો નુસખો
હવે કેનોપી પ્રકારના વૃક્ષો અમદાવાદના લોકોને તડકાથી બચાવશે.
ઉનાળાની ગરમીમાં શહેરના સિગ્નલ પર ઊભા રહીને શેકાતા વાહન ચાલકોના હિતમાં AMCનો નવો આઇડયા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે શહેરના મોટાભાગના રોડ રસ્તા ઉપર તથા ડીવાઇડર પર કેનોપી પ્રકારના વૃક્ષો ઉગાળશે. આ પ્રકારનું વૃક્ષ મોટું થયા પછી સીધું ઉપર તરફ વધે છે અને તેની ડાળીઓ છત્રી જેવા આકારમાં ફેલાતી હોય છે. જેની મદદથી સિગ્નલ પર ઉભેલા લોકો સીધા તડકાથી બચી શકશે.
ટૂંકજ સમયમાં આ છોડ રોપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
રિક્રિએશન, કલ્ચરલ અને હેરિટેજ કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર હાલ પબ્લિકને તડકાથી બચાવવા ગ્રીન નેટ તથા અન્ય રસ્તા કરવામાં આવતા હતા પરંતુ હવે આ તકલીફના કાયમી ઉકેલ માટે કેનોપી પ્રકારના વૃક્ષ આખા શહેરમાં લગાવવામાં આવશે. સિગ્નલ પર લગાવાયેલા CCTV કેમેરાને આ વૃક્ષો નળે નહીં તે રીતે ઉગાળવામાં આવશે.
કોર્પોરેશને શરૂઆતમાં મોટા સિગ્નલો પસંદ કર્યા છે. ત્યારબાદ તબ્બકાવાર બીજા સિગ્નલો પર આ વૃક્ષો લગાડવામાં આવશે.
વાહન ચાલકોની સાથે સાથે પર્યાવરણને પણ થશે ફાયદો.