PM વય વંદના યોજના હેઠળ વૃદ્ધોને ફ્રી સારવાર.
તાત્કાલિક સેવાનો લાભ મળે તે માટે વિશેષ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યા છે.
70થી વધુ વયના સિનિયર સિટીઝનને 10 લાખની સારવાર PM વય વંદના યોજના હેઠળ ફ્રીમાં આપવામાં આવશે.
આ કાર્ડ મેળવવા માટે શહેરના 85 અર્બન હેલ્થ સેન્ટર પર સુવિધા ઉપલબ્ધ છે. જ્યાંથી વડીલો માત્ર આધાર કાર્ડને આધારે વય વંદના આયુષ્યમાન કાર્ડ કઢાવી શકશે.
શહેરના તમામ સિનિયર સિટીઝનને તાત્કાલિક આ સેવાનો લાભ મળે તે માટે વિશેષ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યા છે.
આ યોજનાથી સિનિયર સિટીઝન સરકારી તથા નક્કી કરેલ 124 ખાનગી હોસ્પિટલમાં ₹10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે.
સિનિયર સિટીઝન ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી કાર્ડ બનાવી શકતા નથી તેમને મદદ કરવા માટે અર્બન હેલ્થ સેન્ટર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર હેલ્પડેસ્ક શરૂ કરાયું છે. જેથી તેમને સરળતા રહે.
મતદાર યાદી મુજબ જોઈએ તો શહેરમાં 70થી વધુ વયના અંદાજે 3 લાખ વડીલ છે, અને તેમાંથી અંદાજે 1.60 લાખ વડીલો પાસે હાલ આયુષ્યમાન કાર્ડ છે, હવે આવક મર્યાદા રદ કરાતા અન્ય વડીલોને પણ આ યોજનાનો લાભ મળે તે હેતુથી વય વંદના કાર્યક્રમ હેઠળ બીજા બાકી રહેતા શહેરના બધા સીનીયર સીટીઝનનો સમાવેશ કરાશે.
આ રીતે કઢાવી શકાશે પીએમ વય વંદના યોજના આયુષ્યમાન કાર્ડ
-તમારા આધાર કાર્ડ સાથે નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર જાવ
- આવકના પુરાવાની જરૂર નથી
- અર્બન હેલ્થ સેન્ટર પર વિશેષ હેલ્પ ડેસ્ક માહિતી અને મદદ પૂરી પાડશે.
- આધાર કાર્ડ આપતા જ તેઓ ફોર્મ ઓનલાઇન ભરી આપશે .
- પ્રક્રિયા પૂરી થતાં કાર્ડ અંગેની તમામ જાણકારી ડેસ્ક પર જ આપવામાં આવશે.
આ યોજનાની સુવિધા આપવા માટે પશ્ચિમમાં 28 તો પૂર્વમાં 53 અર્બન હેલ્થ સેન્ટર પર કામ શરૂ કરાયું છે.
આ સુવિધાનો મોટો લાભ એ છે કે આરોગ્ય વીમો તરત શરૂ થઈ જશે અને સંપૂર્ણ સારવાર કેશલેસ રહેશે.