ઓલિમ્પિક અમદાવાદમાં!
ભારતે 2036 ઓલિમ્પિક માટે દાવેદારી પત્ર આપ્યો.
ભારત આવનાર વર્ષ 2036ની ઓલિમ્પિક અને પેરાલિમ્પિક માટે યજમાન બને તેવી શક્યતા!
કેન્દ્રીય રમત ગમત મંત્રાલયના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે; કે આવનાર વર્ષ 2036ની ઓલિમ્પિક અને પેરાલિમ્પિકનું આયોજન ભારતમાં થાય તે માટે IOC ને 1 ઓકટોબરના રોજ 'લેટર ઓફ ઇન્ટેન્ટ' આપી ઈચ્છા વ્યક્ત કરી છે. સ્વભાવિક રીતે જો આ ગેમ્સના આયોજનનો અવસર ભારતને મળશે તો તે અમદાવાદમાં યોજાવાની પૂરે પૂરી શક્યતાઓ છે.
અગાઉ સ્વતંત્રતા દિવસની ઉજવણી પર પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી જનતાને સંબોધતા જણાવ્યું હતું કે 'ભારત હવે વર્ષ 2036ની ઓલિમ્પિકની યજમાની' માટે સક્ષમ છે.
વર્ષ 2028 માં ઓલિમ્પિક યુ.એસના લોસ એન્જલસમાં યોજાશે પણ વર્ષ 2036 ની ઓલિમ્પિક માટે ભારત સહિત ઈજિપ્ત, ઈંગ્લેન્ડ, ઈન્ડોનેશિયા સહિતના ઘણા દેશોએ IOC માં દાવેદારી નોંધાવી છે.
આવનાર સમયમાં હોસ્ટ કન્ટ્રી માટેની વાટાઘાટો શરૂ થઈ જશે, ભારતને આ અવસર મળશે તો અમદાવાદ માટે આ સોનેરી અવસર હશે. જેના પરિણામે અમદાવાદમાં મોટા પાયે બદલાવ જોવા મળશે.