અમદાવાદના યોગ પ્રેમીઓને મળશે નવું નજરાણું
પૃથ્વીના ગોળાના અર્ધ આકારમાં બનશે આ પારદર્શક યોગ સેન્ટર.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની પશ્ચિમ બાજુ પર બાયો ડાઈવૅસિટી પાર્કમાં ₹ 25 કરોડના ખર્ચે પૃથ્વીના ગોળા જેવા આકારનું યોગ સેન્ટર બનાવવામાં આવશે. અહિયાં સ્થળ પસંદગી કરવા પાછળનું કારણ નદી અને અહિંયાનું હરિયાળું વતાવરણ છે.
આ યોગ સેન્ટર પર એક સાથે 200 જેટલા લોકો યોગ કરી શકશે; યોગ સેંટરની બહારની જગ્યાએ પણ યોગ થઈ શકે તેવું લેન્ડસ્કેપ તૈયાર કરાશે. જ્યાં તેના સુશોભન માટે આકર્ષક ફુવારા પણ બનાવવામાં આવશે.
હાલમાં આ યોગ સેન્ટરની ડિઝાઇન તૈયાર થઈ ચૂકી છે; જેને માટે પુડુચેરીના યોગ સેન્ટરની ડિઝાઇનનો અભ્યાસ કરાયો હતો.
આ સેન્ટર પૃથ્વીના ગોળાના અર્ધ આકારમાં હશે. જેની છત પારદર્શક રાખવામાં આવશે; જેથી લોકો યોગ કરતી વેળાએ સૂર્યપ્રકાશનો લાભ લઈ શકે.
ટૂંક સમયમાં આ સેન્ટરનું ટેન્ડર બહાર પાળવામાં આવશે, ત્યાર બાદ એક વર્ષમાં જ આ યોગ કેન્દ્ર તૈયાર થઈ જશે.
જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અન્ય સંસ્થાઓ અહિં યોગ શિબિરનું આયોજન પણ કરી શકશે.
અમદાવાદના યોગ અને મેડીટેશન પ્રેમીઓ બહુ જલ્દી આ જગ્યાનો લાભ ઉઠાવી શકશે.