બહુ જલ્દી શરૂ થશે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 નું કામ
દુબઈનું શોભા ગ્રુપ CSR ફંડમાંથી ₹1,000 કરોડ આ ડેવલપમેંટ પ્રોજેક્ટ પાછળ 5 વર્ષ માટે રોકાણ કરશે.
સાબરમતી રિવરફ્રન્ટને ડેવેલપ કરવાની ગતિ વેગમાં, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3(ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ) માટેની કામગીરી પણ આગામી એક વર્ષમાં શરૂ કરી દેવા માટેની તૈયારીઓ છે.
આ ફેઝ-3 ઇન્દિરા બ્રિજ તરફથી નર્મદા કેનાલ સુધી અંદાજિત 4.5 કિલોમીટરના વિસ્તારમાં ડેવેલોપ કરાશે.
ફેઝ 3માં આકર્ષણ માટે શરીરના પંચમહાભૂતના થીમ પર પાંચ પ્લાઝા બનાવવામાં આવશે, આ પ્લાઝાનું કામ પણ આગામી નવેમ્બરમાં શરૂ કરી દેવામાં આવશે
જેમાં શરીરના પંચમહાભૂત પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ થીમ પર ગુજરાતમાં પહેલીવાર આવા પ્લાઝાનું નિર્માણ થશે.
આ પ્લાઝામાં ફૂડ સ્ટોલથી લઈ શોપિંગ સહિતના વિવિધ સ્ટોલ હશે પ્રત્યેક પ્લાઝામાં દેશ-વિદેશનું ફૂડ અને અવનવી વાનગીઓ મળશે,આ સાથે સાથે બાળકોના મનોરંજનની વ્યવસ્થા સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
સાબરમતી રિવરફ્રન્ટના આ ફેઝ 3નું કાર્ય 2027 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
જેના માટેના MOU મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની હાજરીમાં કરવામાં આવ્યા હતા, જેમાં તે કંપની કોઈ વળતરની આશા નહી રાખે તેવું અધિકારીઓ દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે.