નવા ડબલ ડેકર ફલાયઓવરથી ઇસ્કોન જંકશનના ટ્રાફિકને મળશે ટૂંક સમયમાં રાહત
Updated on 06-11-2024 17:17
ટ્રાફિકની સમસ્યાનું સમાધાન જરૂરી; નવા ફ્લાયઓવર માટે ₹250 કરોડ વપરાશે.
ઇસરોથી બોપલ તરફ જતાં વાહન ચાલકોને મળશે રાહત, ટૂંક સમયમાં બનશે ડબલ ડેકર ફ્લાયઓવર .
ઇસ્કોન જંકશન પર હાલ કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબને જોડતો ફ્લાયઓવર હયાત છે, છતાં ટ્રાફિકની સમસ્યા પરેશાની છે, જેને ધ્યાનમાં રાખી હવે ઇસ્કોન જંકશન પર રામદેવનગર ટેકરાથી શરૂ થઈ આંબલી-બોપલ તરફ જવા માટે બનાવવા માં આવશે.
આ બ્રિજના બાંધકામની શરૂઆત આ વર્ષથી જ શરૂ કરી દેવામાં આવશે; જેને બનાવવા પાછળ ₹250 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે.
આ ફલાયઓવર બની ગયા બાદ ઇસ્કોન જંકશન પર ટ્રાફિકથી રાહત અનુભવાશે.