Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ વેન્યુ તરીકે હોસ્ટ કરી શકાય તેવું નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાનું 80% કામ પૂરું, જાન્યુઆરી 2025 સુધીમાં બનીને તૈયાર થઈ જશે.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બની રહ્યું છે, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ.

કેન્દ્ર સરકારની ખેલો ઇન્ડિયા ગ્રાન્ટ અંતર્ગત રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી  ₹631 કરોડના ખર્ચે આ સ્પોર્ટ કોમ્પલેકસ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં ઓલમ્પિક કક્ષાની ગેમ્સ રમી શકાશે.

આ સ્પોર્ટ કોમ્પલેક્સની આગવી વિશેષતા એ હશે કે જેમાં એક્વાટિક સ્ટેડિયમ, સ્પોર્ટસ એક્સલેન્સ સેન્ટર, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ અરેના, અને કોમ્યુનિટી સેન્ટર જેવી મુખ્ય ચાર બિલ્ડિંગ બનાવવામાં આવશે.

એ સિવાય પબ્લિક પ્લાઝા, ટિકિટ બુથ, સર્વિસ યુટીલીટી બ્લોક, સિક્યુરિટી એન્ડ ડોગ સ્કોડ, આઉટડોર કોર્ટ યુટીલીટી અને એડમીન બ્લોક જેવી સુવિધાઓ પણ રહેલી હશે.

આ અનોખા સ્પોર્ટ કોમ્પલેક્સમાં ખેલાડીઓ બાસ્કેટબોલ, વોલીબોલ, બેડમિન્ટન, ટેકવોન્ડો જેવી ઓલમ્પિક કક્ષાની ગેમ્સ રમી શકશે. સાથે સાથે ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ અરેનામાં ટેબલ ટેનિસ, રેસલિંગ, જુડો, કરાટે અને કબડ્ડી જેવી ગેમ્સ પણ રમી શકાશે.

નારણપુરામાં બનનાર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુખ્ય ચાર બિલ્ડીંગ માંથી એક બિલ્ડિંગમાં એકવાટિક સ્ટેડિયમ હશે. જેમાં કોમ્પિટિશન પૂલ, ડ્રાઇવિંગ પૂલ અને વોર્મઅપ પુલ બનાવવામાં આવશે; જેમાં 1500 દર્શકો એકસાથે મેચ જોઈ શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.

આ સ્પોર્ટ કોમ્પલેક્સની મુખ્ય વ્યવસ્થાઓમાં આ પ્રકારની સુવિધાઓ સામેલ હશે
• આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ. 
• આ કોમ્પ્લેક્સને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ વેન્યુ તરીકે હોસ્ટ કરી શકાશે.
300 ખેલાડીઓને કોમ્પ્લેક્સમાં રહેવાની સુવિધા મળશે.  
• આ સિવાય સ્ટેડિયમમાં ફિટ ઇન્ડિયા જોન અંતર્ગત આજુબાજુના રહીશોને જોગિંગ ટ્રેક, પ્લેયિંગ એરિયા અને વિવિધ રમતો માટે ગાર્ડન પણ વિકસાવાયું છે. 
• સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં વીઆઈપી મોમેન્ટ માટે અલગ વ્યવસ્થા હશે, જ્યાં પ્રેસ કોન્ફરન્સ માટેના રૂમની સુવિધા પણ હશે.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાનું 80% કામ પૂરું થઈ ગયું છે, અને ઓથોરિટી મુજબ આગામી જાન્યુઆરી 2025 સુધીમાં બનીને તૈયાર થઈ જશે.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાથી અમદાવાદમાં 2036 ઓલિમ્પિક ગેમ્સ રમવાની પૂરી શક્યતાઓ છે, સાથે સાથે રમતવીરોને તૈયારી માટે ઉત્તમ જગ્યા પણ મળી જશે. 

આવનાર વર્ષ 2036ની ઓલિમ્પિક અને પેરાલિમ્પિકનું આયોજન ભારતમાં થાય તે માટે ભારત સરકારે IOC ને 1 ઓકટોબરના રોજ 'લેટર ઓફ ઇન્ટેન્ટ' આપી ઈચ્છા વ્યક્ત કરી છે. સ્વભાવિક રીતે જો આ ગેમ્સનું આયોજનનો અવસર ભારતને મળશે તો તે અમદાવાદમાં યોજવાની પૂરે પૂરી શક્યતાઓ છે.

જેની સાથે સાથે ગુજરાતમાંથી 9 થી 11 વર્ષના 2000 જેટલા બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ ટ્રેનિંગ આપવામાં આવશે, જેથી    2036 સુધીની ઓલિમ્પિક વખતે તેઓ યુવા ખલાડી તરીકે તૈયાર થઈ ભારતનું પ્રતિનિધિત્વ કરે. 

Published by: Kunal Solanki
Published on: Nov 07, 2024
9 LIKE
SHARE
136 VIEWS

MORE NEWS