અમદાવાદ મેટ્રોનું આ સ્ટેશન પણ હવે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે!
થલતેજથી થલતેજ ગામ સુધીનો આ 1.5 કિમીનો રુટ હવે જાન્યુઆરીથી લોકો માટે શરૂ કરાશે
થલતેજ મેટ્રો સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થશે, મેટ્રો ફેજ-1ના ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું એકમાત્ર સ્ટેશન જે હજુ સુધી કાર્યરત નથી તે થલતેજ ગામ મેટ્રો સ્ટેશન ટૂંક સમયમાં કાર્યરત થશે.
GMRC દ્વારા થલતેજથી થલતેજ ગામ સુધીનો આ 1.5 કિમીનો રુટ હવે જાન્યુઆરીથી લોકો માટે શરૂ કરાશે તે પહેલા આ રુટ પર તમામ ઇન્સ્પેક્શન કરવામાં આવશે, હાલ નવેમ્બર મહિનામાં તમામ ટ્રાયલ રન પૂરા કરીને ડિસેમ્બર અંત અથવા જાન્યુઆરી શરૂઆતમાં આ મેટ્રો સ્ટેશન કાર્યરત થઈ જશે.
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીની લાઈનમાં હાલ થલતેજ ગામ મેટ્રો સ્ટેશન અનેક કારણોસર કાર્યરત થઇ શક્યું નહોતું, આ સ્ટેશનના કાર્યરત થવા પર ફેઝ-1 પરનું તમામ કાર્ય પૂર્ણ થઈ જશે.
હાલ ફેઝ 2માં મોટેરાથી ગાંધીનગરમાં મેટ્રો શરૂ કરાઇ છે પરંતુ ત્યાં પણ અનેક સ્ટેશનોના કામ બાકી છે તેમજ મહાત્મા મંદિર સુધીના રૂટની કામગીરી પણ બાકી હોવાથી હાલ મોટેરાથી સેકટર-1 સુધીની જ મેટ્રો કાર્યરત છે. આવનાર સમયમાં આ રૂટ પર પણ સંપૂર્ણ સેવા કાર્યરત કરવામાં આવશે.