અમદાવાદમાં ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલમાં ડખા!
Updated on 08-11-2024 12:17
ભાડા વધારે હોવાથી સ્ટોલ ધારક પરેશાન હતા!
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 95 દિવસ માટે શોપિંગ ફેસ્ટિવલ શરૂ કર્યો હતો; પરતું ગ્રાહકો આવ્યાજ નહીં.
મ્યુનિ તંત્ર શોપિંગ ફેસ્ટિવલ સ્ટોલના ભાડાના ભાગ રૂપે સ્ટોલ ધારકો પાસેથી દિવસના ₹ 3000 લે છે. પરંતુ ગ્રાહકોની અછત સર્જાઈ છે, જેના કારણે લો-ગાર્ડન ખાતે આપેલ આવા 7 સ્ટોલ માંથી 6 સ્ટોલ તો 20 દિવસમાં બંધ થઈ ગયા, જેનું કારણ ગ્રાહકોને આકર્ષી શકે તેવી કોઈ ઓફર હતી જ નહીં જેથી ના ગ્રાહક આવ્યા અને સ્ટોલ ધારકો કઇં ન કમાઈ શક્યા.
અહીં માત્ર એકજ સ્ટોલ ચાલુ છે, તેમને પૂછવામાં આવતા રોજની આવક ₹300 થી ₹700 જણાવી, આવી મોંઘવારીમાં કોઈ કેવી રીતે સ્ટોલ ચાલુ રાખે. આ સાથે જણાવ્યું કે AMC દિવસ દીઠ ₹ 3000 ભાડું લે છે જે જીએસટી સાથે ₹3500 જેવુ થાય છે, તેથી સ્ટોલધારકોએ આ સ્ટોલ ટૂંક સમય માં બંધ કરી દીધા. સ્ટોલ બંધ કરનાર સ્ટોલ ધારકોમાં લક્ષ્મી ગાંઠિયા રથ, આસ્ટોડિયા જ્યુસ, ટી પોસ્ટ, ટેરિસ કિચન, ઇસ્કોન ગાંઠિયા અને હેવમોર આઈસક્રીમ જેવી નામાંકિત ફ્રેન્ચાઇઝીઓના સ્ટોલ હતા.
વર્ષ 2019માં યોજાયેલા શોપિંગ ફેસ્ટિવલમાં 17000 જેટલા વ્યાપારીઓ જોડાયા હતા જ્યાં આ વર્ષે માત્ર 609 વ્યાપારી જ જોડાયા છે.