80 વર્ષ જૂના દાણાપીઠ ફાયર સ્ટેશનનું નવીનીકરણ
Updated on 07-11-2024 12:03
ફાયર સ્ટેશન, મલ્ટિ લેવલ પાર્કિંગ અને સ્ટાફ કવાર્ટસ હવે એકજ બિલ્ડિંગમાં.

કોટ વિસ્તારને મળશે આધુનિક સુવિધા વાળું નવું ફાયર સ્ટેશન.
80 વર્ષ જૂના દાણાપીઠ ફાયર સ્ટેશનની જગ્યા પર એકદમ નવું આધુનિક ફાયર સ્ટેશન અને મલ્ટિ લેવલ પાર્કિંગનું બિલ્ડિંગ બનાવવામાં આવશે.
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલુ વર્ષો જૂનું દાણાપીઠ ફાયર સ્ટેશન તોડીને તે જગ્યા પર મલ્ટિ લેવલ પાર્કિંગ તથા ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવશે.
ફાયર સ્ટેશન અને મલ્ટિ લેવલ પાર્કિંગની આ બિલ્ડિંગનું લોકાર્પણ આવનાર માર્ચ મહિના સુધી થઈ જશે. જેમાં 200 થી વધારે બાઇક-સ્કૂટર અને 300 જેટલી કાર પાર્ક થઈ શકશે. આ પાર્કિંગમાં વાહન પાર્ક કર્યા બાદ તે લોકો સીધા મ્યુનિસિપલ કચેરીમાં આવી શકે તે માટે પેડેસ્ટ્રિયન બ્રિજ પણ બનાવવામાં આવશે.
આ ફાયર સ્ટેશન, મલ્ટિલેવલ પાર્કિંગ અને સ્ટાફ કવાર્ટસનો પ્રોજેક્ટ 5031 ચો.મી જગ્યામાં ₹65.35 કરોડના ખર્ચ સાથે બનાવવામાં આવશે.
આ ફાયર સ્ટેશનનું કામ બને તેટલી ઝડપથી પૂરું કરવાની તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. માર્ચ 2025 સુધીમાં આ બાંધકામ પૂર્ણ કરવાની તૈયારીઓ છે.