મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024
માન્ય પુરાવા સાથે ચુંટણી કાર્ડ બનાવી કે સુધારવાની ઝુંબેશ.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્યના તમામ વિધાનસભા મત વિસ્તાર માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે.
તે મુજબ આગામી તા. 17.11.2024ને રવિવાર, 23.11.2024ને શનિવાર તથા 24.11.2024ને રવિવારના રોજ આપના વિસ્તારમાં ,
આપ જે મતદાન મથક(બૂથ)માં મતદાન કરવા જાવ છો તે મતદાન મથકના બૂથ લેવલ ઓફિસર(BLO)ને મળીને આપના કુટુંબના કોઇ પણ સભ્યને તા. 01.01.2025ના રોજ 18 વર્ષ પૂરાં થતાં હોય તેમનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવી શકશો.
* આ સિવાય નામમાં સુધારો, નામમાં કમી કે સરનામું પણ બદલાવી શકશો.
* આ 3 દિવસ માટે તમે સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન મથકે જઈને આ કામ કરી શકશો.
માન્ય પુરાવા
(૧) ભારતીય પાસપોર્ટ
(૨) ડ્રાઈવીંગ લાયસન્સ
(3) આધાર કાર્ડ
(4) પાન કાર્ડ
(5) રેશન કાર્ડ
(6) સરકારી/અર્ધ સરકારી કર્મચારીઓનું ઓળખકાર્ડ / ખેડુતનું ઓળખ કાર્ડ
(7) બેંક પાસબુક
(8) જન્મ તારીખનો પુરાવો
(9) રહેઠાણનો પુરાવો
(10)પરિવારના કોઈએક સભ્યનું ચૂંટણી કાર્ડ
(11)સરનામા માટે તાજેતરના પાણીવેરા /ટેલીફોન/ઈલેક્ટ્રીસીટી/ગેસ જોડાણ અંગેનું બીલ જે અરજદારના કે તેના નજીકના સગાના નામનું હોય.