AMC એ બનાવી નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી.
AMC 62,054 જેટલા ફેરિયાને ઊભા રહેવા માટે વ્યવસ્થા કરી આપશે.
અમદાવાદમાં વધતાં જતાં દબાણને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવી નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી.
આ નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી મુજબ રસ્તા પર ગરમ નાસ્તો બનાવતા લારી ગલ્લા વાળા લોકોને ફેરિયા તરીકે ગણવામાં નહીં આવે.
સ્ટેન્ડિંગ કમિટી પાસે રજૂ થયેલી આ પોલિસી ગુરુવારે એસ્ટેટ વિભાગને વિચારણા માટે મોકલમાં આવી હતી. આ પોલિસી તમામ કક્ષાના અધિકારીઓ અને ફેરિયાઓના સૂચન બાદ તૈયાર કરાઈ હતી.
આ સ્ટ્રીટ વેન્ડર પોલિસી પ્રમાણે AMC ફેરિયાઓ પાસેથી મહિને ₹250 થી ₹ 600 સીધીનું ભાડું વસૂલી શકે તેમ છે. AMC શહેરના લગભગ 415 જેટલા વિવિધ સ્થળોએ 62,054 જેટલા ફેરિયાને ઊભા રહેવા માટે વ્યવસ્થા કરી આપશે.
2017 માં થયેલા સર્વે પ્રમાણે શહેર માં 62 હજારથી વધુ ફેરિયા નોંધાયેલા છે. આ તમામનો સમાવેશ આ સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં થશે.
આ પોલિસી મુજબ ભવિષ્યમાં કોઈ સ્થળ પર ટ્રાફિક વધશે તો ત્યાંથી આ વેન્ડર ઝોન દૂર પણ કરી શકાશે.
સાથે સાથે દર 5 વર્ષે ફેરિયાઓએ તેમનું લાઇસન્સ રિન્યૂ કરવાનું રહેશે જે માટે એક ચોકકસ ફી નક્કી કરવામાં આવી છે.
આ ઉપરાંત મ્યુનિ. કચેરીઓ, કલેકટર ઓફિસ, જિલ્લા પંચાયત તથા હાઇકોર્ટ જેવા મહત્વના સ્થળોની આસપાસ 200 મીટરના વિસ્તારમાં તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, શૈક્ષણીક સંસ્થાની આસપાસ 50 મીટરના એરિયામાં ફેરિયાઓને ઊભા રહેવા દેવામાં નહીં આવે; ઉપરાંત પ્રાચીન તથા પુરાતત્વીય સ્થળો આસપાસ પણ ફેરિયાઓને ઊભા રહેવા દેવામાં આવશે નહીં.