સિટી સ્ક્વેર ટાવર જ્યાં લોકો માણી શકશે સ્કાયવોક
અમદાવાદમાં યુવાઓ માટે પ્રચલિત સિંધુભવન રોડ પર બનશે આ ટાવર.
અમદાવાદની જનતાને મનોરંજન માટે મળશે નવું સ્પોટ. સિંધુભવન રોડ પર બનશે સીટી સ્ક્વેર ટાવર.
આ સીટી સ્ક્વેર ટાવરમાં લોકો માણી શકશે સ્કાયવોકની મજા. અમદાવાદમાં આ નવું એડવેન્ચર પબ્લિક માટે પહેલી વાર હશે.
આ સીટી સ્ક્વેર ટાવર વિવિધતાથી ભરપૂર હશે. જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અનોખુ હશે.
જેની ઊંચાઈ 175 મીટર હશે, જ્યાં તે જ ઊંચાઈ પર લોકો સ્કાય વોકની મજા માણી શકશે.
ટાવરની ચારેય બાજુએ ફૂડકોર્ટ આવેલા હશે, જ્યાં ઉપરના 2 ફ્લોર પર રેસ્ટોરન્ટ્સ બનાવવામાં આવશે.
લગભગ 40 મીટરની ઊંચાઈ પર 2 ફ્લોર ફક્ત ખાણીપીણી માટે બનશે. જ્યાં આશરે 900 જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. જે 6485ચો.મી. વર્તુળ આકારમાં બાંધવામાં આવશે.
આ બિલ્ડિંગમાં 450 લોકો બેસી શકે તેવું એમ્ફિ થિએટેર પણ બનાવવામાં આવશે.
જેમાં ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે 3 બેઝમેન્ટ પાર્કિંગ હશે જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત અંદાજિત 2,000 વાહનોના પાર્કિંગની સુવિધા હશે. બેઝમેન્ટ 1માં 210 કાર, બેઝમેન્ટ 2 માં 200 કાર અને બેઝમેન્ટ 3માં 1465 ટુ-વ્હીલર પાર્ક થઈ શકશે.
ટૂંક જ સમયમાં સિંધુભવન રોડ જે યંગસ્ટર્સમાં હેંગ-આઉટ માટે વધુ પ્રચલિત છે; તેઓને મળશે નવી આકર્ષક જગ્યા.