Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

રેગિંગ જેવા કૃત્યથી વિધાર્થીનું મોત! કોણ જવાબદાર?

અવાર નવાર વિધાર્થીઓ સાથે બનતી આવી ઘટનાઓ પર ક્યારે લાગશે રોક!

ધ્રાંગધ્રાના જેસડાના વિધાર્થીનું સિનિયર દ્વારા કરાયેલ રેગિંગથી મોતની આશંકા

પાટણની GMERS મેડિકલ કોલેજનો વિધાર્થી નામે અનિલ પટેલ, ધ્રાંગધ્રાના જેસડાનો રહેવાસી હતો. થોડા દિવસો પહેલા જ તેને પાટણ ધારપુર GMERS કોલેજમાં MBBSમાં એડમિશન લીધું હતું. 
જ્યાં કોલેજના સિનિયર્સ દ્વારા 12 જેટલા વિધાર્થીને પરિચય માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં 16 જેટલા સિનિયર્સ દ્વારા પરિચયના બહાને તે નવા વિધાર્થીઓની રેગિંગ કરાઈ હોવાની વાત મળી છે.


ધારપુર GMERS કોલેજમાં  સૌરાષ્ટ્ર ઝોનના વિધાર્થીઓને બી-બ્લોકના 35 નંબરના કોમન રુમંમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં 12 જેટલા  વિધાર્થીને બોલાવાયા હતા. જ્યાં ભાવનગર અને બોટાડના વિધાર્થીને રુમં નંબર 22માં બોલાવવામાં આવ્યા હતા. સુરત અને અમદાવાદના  વિધાર્થીને પણ બોલાવવામાં આવ્યા હતા.

પરિચયના બહાને વિધાર્થીઓ દ્વારા કોમન રૂમ નંબર 35માં સૌરાષ્ટ્ર ઝોનના 12  વિધાર્થીને બોલાવવામાં આવ્યા જેમાં મૃતક  વિધાર્થી અનિલ પટેલ પણ હતો.
જ્યાં તેને પરિચયના નામે કરાયેલ રેગિંગમાં 3 કલાક ઊભો રાખી વિવિધ પ્રશ્નો કર્યા હતા. આ દરમિયાન તે  અચાનક ઢળી પડ્યો હતો, અને અચાનક તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવ બાદ કોલેજમાં દોડધામ મચી હતી,  વિધાર્થીના વાલીને ઘટનાની જાણ કરાઈ હતી. તથા પોલીસ તંત્ર દ્વારા  વિધાર્થીની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટણની સીવીલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી, જ્યાં 3 પેનલ ડોકટરો અને વિડિયોગ્રાફી સાથે આ છાત્રનો પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યો હતો.

આ કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ તપાસ હાથ ધરી છે. અને શકના ઘેરામાં રહેલ તમામ સિનિયર્સ અને રેગિંગ થઈ હોય તેવા નવા વિધાર્થીઓની પૂછપરછ શરૂ કરી છે. તપાસના આધારથી મૃતક અનિલ પટેલ સહિત 11 વિધાર્થીઓ આ રેગિંગનો ભોગ બન્યા હોવાની વાત મળી છે.

આ પ્રથમ વાર નથી કે પાટણની ધારપુર GMERS કોલેજનું નામ રેગિંગ મામલે બહાર ન આવ્યું હોય, આગાઉ પણ 2014માં રેગિંગની ઘટના બની હતી, જ્યાં એમબીબીએસના 18 જેટલા જુનિયર્સનું રેગિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં સિનિયર  વિધાર્થીઓએ જુનિયર વિધાર્થીઓને  હોસ્ટેલ રૂમમાં પૂરી દીધા હતા, અને તેઓના કપડાં ઉતારીને વિચિત્ર પ્રકારની હરકતો કરવા કહ્યું હતું, ત્યારે પણ એન્ટિ રેગિંગ કમિટી અને પોલીસ તપાસમાં ઘટના સિદ્ધ થતાં કેસ કરી ગુન્હો દાખલ કરાયો હતો અને 8 સિનિયર  વિધાર્થીઓને સસ્પેન્ડ કરાયા હતા.

મૃતક વિધાર્થી અનિલના પિતા નટવરભાઈ મેથાણિયાએ આરોપી સામે કડક પગલાં લેવાની અને કડક સજા કરવાની માંગ કરી છે. કારણકે વિધાર્થી એકદમ સ્વસ્થ હતો અને ભૂતકાળમાં તેની કોઈ મેડિકલ હિસ્ટ્રી રહી નથી.

કોલેજના ડીનના જણાવ્યા અનુસાર કોલેજની એન્ટિ રેગિંગ કમિટી આ ઘટનાની યોગ્ય તપાસ કરશે અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટની આ મામલે મુખ્ય ભૂમિકા રહેશે.

Published by: Kunal Solanki
Published on: Nov 18, 2024
2 LIKE
SHARE
43 VIEWS

MORE NEWS