Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

કોચિંગ સેન્ટર માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની નવી ગાઈડલાઇન

નિયમોના ભંગ બદલ દંડ કરવાની જોગવાઈ.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કોચિંગ સેન્ટર માટે ગાઈડલાઇન જાહેર કરી. 

વધતાં જતાં બનાવો, આત્મહત્યાઓ અને અન્ય કારણોને ધ્યામાં લઈ સરકાર હવે સભાન થઈ છે, જે માટે નવી ગાઈડલાઇનનું અમલીકરણ કરવામાં આવ્યું છે.
જે મુજબ કોચિંગ સેન્ટરમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓની ઉંમર, ફી અને કેટલા કલાક સુધી ટ્યૂશન આપવાની જોગવાઈ કરેલ છે. 
જો કોઈ આ નિયમોનો ભંગ કરશે તો તેમને દંડ કરવાની પણ જોગવાઈ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની આ ગાઇડલાઇન દેશમાં  NEET કે JEEની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતાં કિસ્સા અને કોચિંગ સેન્ટરની મનફાવે તેવી સિસ્ટમ પર કાબૂ લાદશે. 
ગાઇડલાઇન મુજબ  આઇઆઈટી, જેઇઇ, એમબીબીએસ, નીટ જેવા પ્રોફેશનલ કોર્સ માટે કોચિંગ સેન્ટરની પાસે ફાયર સેફટી તથા  બિલ્ડિંગની સુરક્ષા માટેની NOC અનિવાર્ય કરી છે. પરીક્ષા અને તેને પાસ કરવાના પ્રેસરને  દૂર કરવા માટે તેમને મનોવૈજ્ઞાનિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મદદ ઉપલબ્ધ કરાવવી પડશે.


નિયમો ( સંક્ષિપ્તમાં )

-કોચિંગ સેન્ટરો વિદ્યાર્થીઓને તણાવથી બચાવશે અને અનુભવી મનોવૈજ્ઞાનિકોની મદદથી તેમને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મદદ પૂરી કરશે.
-રજિસ્ટ્રેશન ન કરનાર તેમજ નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ કોચિંગ સેન્ટરોએ ભારે દંડ ચૂકવવો પડશે. 
-કોચિંગ સેન્ટરો કોર્સના સમયગાળા દરમિયાન ફી વધારી શકશે નહીં.જો કોઈ વિદ્યાર્થી સંપૂર્ણ ફી ચુકવણી કરવા છતાં અધવચ્ચે અભ્યાસક્રમ છોડવા માટે અરજી કરે છે, તો કોર્સની બાકીના પિરિયડના પૈસા પાછા આપવાના રહેશે. જેમાં હોસ્ટેલ અને મેસ ફી પણ રિફંડમાં સામેલ કરવામાં આવશે.
-કોઈ પણ સંજોગોમાં શાળાઓ અથવા સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ચાલુ સમય દરમિયાન કોચિંગ સેન્ટરો તેમના ક્લાસ ચલાવી શકશે નહીં, સેન્ટરમાં વહેલી સવારે અને મોડી રાતના ક્લાસ બિલકુલ બંધ, કોચિંગ સેન્ટરમાં ક્લાસ એક દિવસમાં 5 કલાકથી વધુ નહીં ચાલી શકે. 
-કોચિંગ સેન્ટરમાં 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થી નહીં લઈ શકે કોચિંગ, વય મર્યાદા પણ નક્કી કરવામાં આવી. 
-કોચિંગ સેન્ટરના શિક્ષકોની શૈક્ષણિક લાયકાત પણ નક્કી કરવામાં આવી. 
-ગાઇડલાઇન મુજબ ગ્રેજ્યુએશનથી ઓછી લાયકાત ધરાવતા ટ્યુટરને કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓને ભણાવવાની મંજૂરી નથી.
-કોચિંગ સેન્ટરોએ વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરનારા વચનો અથવા રેન્કની ખાતરી આપવી નહીં. તથા ભ્રામક ખબરો , 100% પ્લેસમેંટ ઓફર જેવી એડવર્ટાઈસમેન્ટ પર નિયંત્રણ મૂક્યા. 
-શિક્ષણ મંત્રાલયે નવી ગાઇડલાઇન લાગુ થયાના ત્રણ મહિનાની અંદર તમામ કોચિંગ સેન્ટરોને રજિસ્ટ્રેશન કરવા આપ્યા આદેશ.


વિદ્યાર્થીઓના હિત માટે મૂકેલી આ ગાઈડ લાઇનનું પાલન કરવું તમામ કોચિંગ સેન્ટરો માટે અનિવાર્ય.

 

Published by: Kunal Solanki
Published on: Nov 14, 2024
4 LIKE
SHARE
61 VIEWS

MORE NEWS