GPSCની તૈયારી કરતાં લોકો માટે નવું નોલેજ સેન્ટર.
વિવિધ સુવિધા સાથે સ્પીપા જેમ હવે GPSCનું કોચિંગ અપાશે અહિયાં.
.png)
અમદાવાદના જોધપુરમાં બનશે એકદમ નવું નોલેજ સેન્ટર.
યુવાઓ કે જે જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં હોય છે. તેઓની વાંચનમાં રુચિ વધે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોધપુર વિસ્તારના કોર્પોરેટ સ્ટારબકસ જંકશન પાસેના પ્લોટમાં આ સ્માર્ટ લાઇબ્રેરી એટલે કે નોલેજ હબનું નિર્માણ કરાવશે.
આ નોલેજ હબમાં વાંચન માટે પુરુષો અને મહિલાઓની અલગ અલગ બેઠક હૉલની વ્યવસ્થા હશે.
₹10 કરોડના ખર્ચે બનનાર આ નોલેજ હબમાં લેકચર માટેની વ્યવસ્થા પણ હશે.
લગભગ 1634 ચો.મી. જેટલા એરિયામાં આ બાંધકામ કરવામાં આવશે. જેનું કામ જાન્યુઆરી મહિના સુધીમાં શરૂ થઈ જશે. જે 2026 સુધીમાં પૂરું થઈ જશે.
આ નોલેજ હબમાં સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં લોકોને ધ્યાનમાં રાખી કોમ્પિટિટિવ એક્ઝામ રૂમ, ઓનલાઈન કોન્ટેન્ટ રૂમ, લેક્ચર રૂમ પણ બનાવવામાં આવશે.
આ સ્માર્ટ લાઇબ્રેરી પીપીપી મોડેલમાં બનાવવામાં આવશે. સ્પીપા જેવી સંસ્થા જ્યાં યુપીએસસીના ક્લાસ ચાલે છે. તેજ રીતે અહીં જીપીએસસીની તૈયારી કરતાં લોકો માટે ખાસ ક્લાસનું નિર્માણ કરવામાં આવશે.
આ નોલેજ હબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપર બે માળ; તે રીતે હશે. જ્યાં પેન્ટ્રી, કાફે એરિયા જેવી વ્યવસ્થા પણ હશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલ આ નોલેજ હબ ટૂંક સમયમાં વાંચન માટે બનીને તૈયાર થઈ જશે.