રિવર ફ્રન્ટ ફેઝ-2: ડફનાળાથી ઈન્દિરબ્રિજ
કામ પૂર જોશમાં, વર્ષ 2027 સુધીમાં રિવરફ્રન્ટ ઈન્દિરા બ્રિજને અડી જશે.
રિવર ફ્રન્ટ ફેઝ-2નું કામ પુરૂ જોશમાં ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી હાલ 5.5 km જેટલો રિવરફ્રન્ટ લંબાવવાનું કામ ચાલુ છે, નદીની બંને સાઈડ સાડા પાંચ કિલોમીટર જેટલો રીવરફ્રન્ટ લંબાવવામાં આવશે આમ વાસણા બેરેજથી ઇન્દિરા બ્રિજ સુધી પ્રત્યેક સાઇડ પર રિવરફ્રન્ટની લંબાઈ 16.5 કિલોમીટર થઈ જશે.
હાલ બની રહેલ રિવર ફ્રન્ટ ફેઝ-2ની ડિઝાઇન અત્યારના રિવરફ્રન્ટ કરતા ઘણી એડવાન્સ છે, જેમાં ત્રણ લેયર સ્ટેપીંગ પ્રોમિનાડ અને વોક વે છે અને તેમાં અલગ અલગ પ્રજાતિના વૃક્ષો ઉગાડવામાં આવશે.
એ સિવાય કમર્શિયલ પ્રવૃતિઓ માટે અલગથી જગ્યા ફાળવવામાં આવશે, જેમાં હાલ ઘણું ખરું કામ પૂરું થઈ ગયું છે સ્ટેપિંગ પ્રોમિનાર્ડ બનીને તૈયાર છે, ગ્રાઉન્ડ વોલ બનાવવાનું કામ ચાલુ છે, આ કામ પૂરું થયા બાદ પૂર્વ અને પશ્ચિમ નદીના બંને છેડે રિવરફ્રન્ટ રોડ પણ ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવામાં આવશે, જેનાથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને કનેક્ટિવિટી વધશે, અને આ સંપૂર્ણ કામ વર્ષ 2027 સુધીમાં પૂર્ણ થશે.
આ ઉપરાંત નદી પર અચેરથી સદર બજારને જોડતો રબર બેરેજ કમ બ્રિજ પણ બનાવવામાં આવશે જેનાથી શાહીબાગ અને મોટેરા જેવા વિસ્તારોને ડિરેક્ટ કનેક્ટિવિટી મળશે.