Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

પોલીસકર્મી જ નીકળ્યો હત્યારો, બોપલમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો

Updated on 14-11-2024 13:00

MICAના વિદ્યાર્થીની હત્યા સરખેજના પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્રએ કરી પંજાબ ભાગી ગયો હતો.

અમદાવાદની શેલા સ્થિત MICA એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં MBA નો અભ્યાસ કરતો પ્રિયાંશુ જૈન ગત 11 નવેમ્બરના રોજ બોપલ વિસ્તારમાં તેમના મિત્ર સાથે હોસ્ટેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે રોંગ સાઈડમાં ઝડપી કાર ડ્રાઈવ કરવા મામલે એક કાર ચાલકને તેણે સામાન્ય ઠપકો આપ્યો હતો, આ ઠપકા બાદ કાર ચાલકે ગુસ્સામાં આવીને વિદ્યાર્થી સામે ઝગડો કર્યો હતો ત્યારબાદ છરીના ઘા મારતા વિદ્યાર્થીનું આ ઘટનામાં મોત નીપજ્યું હતું.

- બન્ને હાથમાં છરી લઈને ઘા માર્યા. 


પ્રિયાંશુ જૈન દ્વારા ઠપકો મળતા જ કાર ડ્રાઈવર આગળ જઈને કાર ઊભી રાખી હતી અને કારમાંથી ઉતરીને આ વિદ્યાર્થી સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ ઉગ્ર બનીને વિદ્યાર્થીને છરીના ઘા ઝીકી દીધા હતા, જોકે ત્યારબાદ આ કાર ચાલક ત્યાંથી પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો, ઘાયલ પ્રિયાંશુ જૈનને હોસ્પિટલ લઈ જવા માટે તેના મિત્રએ આસપાસ જઈ રહેલા લોકોની મદદ માંગી હતી જેમાં એક મહિલા તેના નાના દીકરા સાથે જઈ રહી હતી, તેમણે તરત કાર રોકીને મદદ કરી હતી, જોકે સારવાર મળે તે પહેલા જ ઘણું લોહી વહી જતાં પ્રિયાંશુનું મોત નીપજ્યું હતું.  

- હત્યારાની કોઈ કડી મળતી નહોતી. 
પ્રિયાંશુના મોત બાદ તાત્કાલિક બોપલ પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસ તુરંત આ ઘટનાને લઈને કામે લાગી ગઈ હતી અને હત્યારાને પકડવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા, જોકે નજીકમાં કોઈ CCTV કેમેરા ન હોવાથી તપાસમાં વધુ સમય લાગી રહ્યો હતો. તેમજ રાત્રિના સમયે બનાવ બન્યો હોવાથી લોકોની અવરજવર પણ ઓછી હતી, જોકે પોલીસે પ્રિયાંશુના મિત્રની મદદ લઈને આરોપીનો સ્કેચ બનાવડાવ્યો હતો.

- વિદ્યાર્થી UPથી ભણવા આવ્યો હતો
પ્રિયાંશુ 2 વર્ષ પહેલા UPથી MBA માટે MICA કોલેજમાં આવેલો, તેનો પરિવાર UPમાં જ રહેતો હતો, આ હત્યાની જાણકારી મળતા જ પરિવાર તુરંત અમદાવાદ પહોંચી ગયો હતો, જોકે દીકરાના મોતથી માતાપિતાને આઘાત લાગ્યો હતો, પોસ્ટ મોર્ટમ અને અન્ય તપાસ બાદ ડેડબોડીને માતાપિતા તેના વતનમાં લઈ ગયા હતા.

- પોલીસે નજીકના તમામ કેમેરાઓ તપસ્યા.
પોલીસે બનાવેલ સ્કેચ અને ઘટનાની આજુબાજુના વિસ્તારના અનેક કેમેરાની તપાસ કરતાં એક બ્લૅક એડિશન હેરિયર કાર પર શંકા ગઈ હતી, જો કે આ કારને ટ્રેસ કરતાં તે કાર એક વ્યક્તિના ઘરે મળી આવી હતી અને તપાસ કરતાં આ કાર સરખેજના એક પોલીસ કોન્સ્ટેબલની હોવાની જાણકારી મળી હતી, જો કે તપાસ કરતાં આ કોન્સ્ટેબલ રજા પર હોવાની જાણકારી હતી, અને કાર તેમના ઘરની બદલે તેમના મિત્રના ઘરે મળી આવી હતી, જેને લઈને વધુ તપાસ કરતાં સરખેજના પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્ર પઢેરીયાની આ કાર હોવાની જાણકારી મળી હતી.

- હત્યારો કોન્સ્ટેબલ મિત્રની કાર લઈને પંજાબ ભાગી ગયો હતો. 
પોલીસને હત્યા સમયેની કાર મળી આવ્યા બાદ તપાસ કરતાં આ કાર અન્ય એક વ્યક્તિના ઘરે મળી હતી, જેની પૂછપરછ કરતાં તે કાર તેના મિત્રની હોવાની જાણકારી મળી હતી અને તે અન્ય વ્યક્તિની કાર પોલીસ કોન્સ્ટેબલ લઈ ગયો હોવાની જાણકારી મળી હતી, જોકે ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસ કોન્સ્ટેબલ ગભરાઈને મિત્રની કાર લઈને પંજાબ તરફ ભાગી ગયો હતો. પોલીસ તેમના મોબાઈલ નંબરને ટ્રેસ કરતાં તે સ્વિચ ઓફ આવી રહ્યો હતો, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેમના અન્ય એક નંબરને તેમજ કારમાં લાગેલા ફાસ્ટેગને ટ્રેસ કરતાં આરોપી પંજાબમાં હોવાની જાણકારી મળી હતી.

- આ પહેલા પણ કોન્સટેબલે ઘણા કાંડ કર્યા છે. વર્ષ 2017માં  આરોપી કોન્સ્ટેબલ બાવળા-સાણંદ હાઇવે પર ચાલી રહેલા કોલ સેન્ટર કેસમાં પણ ચર્ચામાં હતો, જે કેસ બાદ તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. આરોપી દારૂના નશાનો વ્યસની હતો તેવું તેમનાં જ એક અધિકારીનું કહેવું હતું. અને અન્ય ઘણા નાના મોટા ઝગડાઓમાં તેનું નામ આવતું રહેતું હતું

ક્રાઇમબ્રાંચની ટીમની મદદથી તેને પંજાબમાં દબોચી લેવામાં આવ્યો હતો. જ્યાં તેણે કબૂલાત કરી હતી કે આ હત્યા તેણે જ કરી હતી.
આજ રોજ ગુરવારને સાંજે તેને અમદાવાદ લવાશે અને બોપલ પોલીસ સ્ટેશનને સોંપવમાં આવશે.

અહિં મુદ્દો એ છે કે પ્રિયાંશુ જૈન જેવા અન્ય ઘણા વિધાર્થીઓ તથા વર્કિંગ પ્રોફેશનલ અમદાવાદમાં રહેતા હોય છે,  તેઓની સેફટીનું શું ? 
જો રક્ષણ કરનાર જ શહેરમાં ભક્ષક બને તો જનતા કોની પાસે સુરક્ષિત!  

 

Published by: Kunal Solanki
Published on: Nov 14, 2024
4 LIKE
SHARE
65 VIEWS

MORE NEWS