ગંદકી કરતાં એકમો પર AMCની કાર્યવાહી
ઝુંબેશમાં ₹1 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો.
મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટીવ મોડમાં
શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ગંદકી કરતાં એકમો પર કાર્યવાહી હાથધરી હતી.
અમદાવાદમાં આવેલા થલતેજ, ચાંદલોડિયા તેમજ ગોતા વિસ્તારમાં ગંદકી કરતાં 21 એકમો પર સીલ મારવામાં આવ્યા હતા.
છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ આ ઝુંબેશમાં ઉત્તર પશ્ચિમ ઝોનનાં સોલીડ વેસ્ટ વિભાગે 320 જેટલા એકમો પર ચેકિંગ કર્યું હતું. જેમાં 104 એકમોને નોટિસ આપવામાં આવી અને 7 કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને ₹1 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે થલતેજ, ચાંદલોડિયા તેમજ ગોતામાં પાન પાર્લર, ફૂડ સ્ટોર, ડેરી પાર્લર તેમજ અન્ય દુકાનો પર સીલ માર્યા હતા.