અમદાવાદના વિવિધ વિસ્તારના AQIમાં મોટો તફાવત
અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, નવરંગપુરા અને રખિયાલના હાલ બેહાલ.
AQIમાં વધારો અમદાવાદના અમુક એરિયાના હાલ પીરણાથી પણ ખરાબ.
અમદાવાદમાં પ્રદૂષણ વધી રહ્યું છે, જ્યાં હવાના પ્રદૂષણથી શહેર દુવિધામાં.
રખિયાલ તથા નવરંગપુરા જેવા વિસ્તારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 થી ઉપર.
અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશને ₹370 કરોડથી વધુ રકમ શહેરમાં પ્રદૂષણ અટકાવવા માટે વાપરી છે, જેના પરિણામે હવામાં જે. પીએમ10 પાર્ટીકલનું પ્રદૂષણ 200 થી વધારે રહતું હતું તે હવે એવરેજ 100 આસપાસ થઈ ગયું છે.
દિવાળીના તહેવાર દરમિયાન આ પ્રદૂષણ વધી ગયું હતું, જેમાં ઘણા એરિયા અસરગ્રસ્ત હતા. રાયખડ ,ચાંદખેડાનો AQI 200 થી પાર હતો, જ્યાં બોપલ, એરપોર્ટ ,મણિનગર અને વટવાનો AQI 100 થી 200 ની અંદરનો રહ્યો હતો.
દિવાળીમાં ફટાકડા ફોડવાની સાથે અન્ય કારણોસર આ પ્રદૂષણ વધ્યું હતું.
આ પ્રદૂષિત વાતાવરણમાં શ્વાસ રોગના દર્દીઓએ ખાસ કાળજી રાખવી પડતી હોય છે.