વિમાન દ્વારા મુસાફરીના ક્રેઝથી રેકોર્ડ બન્યો
એક જ દિવસમાં 5 લાખથી વધુ લોકોએ ફ્લાઇટ મારફતે પ્રવાસ કર્યો
ભારતમાં એરલાઇન્સની સુવિધા આપતી કંપનીઓને એક દિવસમાં લઘભગ ₹500 કરોડનો નફો થયા હોવાનો અંદાજ
ભારતના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે આટલા બધા લોકોએ એક જ દિવસમાં હવાઈ મુસાફરી કરી
17 નવેમ્બર, 2024 રવિવારના રોજ રેકોર્ડ બ્રેક આંકડા સાથે ભારતિયોએ ફ્લાઇટના માધ્યમથી પ્રવાસ ખેડ્યો હતો.
ભારતમાં હવે તહેવારો પૂરા થયા છે અને પાછું હવે લગ્ન સિઝન શરૂ થઈ છે. આવા સમયે આશ્ચર્ય પમાડે તેવો આંકડો બહાર આવ્યો છે કે ગત રવિવારે 17 નવેમ્બરના રોજ 5 લાખથી વધુ લોકોએ એક જ એર ટ્રાવેલ કર્યું હતું, જે ભારતની ઉડ્યન સુવિધા આપતી કંપનીઓ માટે પણ પ્રથમ વાર બન્યું હતું.
આ દિવસે 3173 ફ્લાઇટ્સ પ્રવાસીઓ સાથે હવામાં ઊડી હતી.
ભારતની મિનિસ્ટ્રી ઓફ એવિએશને એક્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતની એવિએશન સુવિધા અને પ્રવસીઓના રેકોર્ડબ્રેક પ્રવાસની તારીફ કરી હતી.
ભારતના લોકો એર મુસાફરી માટે જેટલો રસ બતાવે છે, અને ઇંડિયન એરલાઇન્સ જે રીતે મુસાફરોને સુવિધાઓ આપે છે તે માટે એરલાઇન અને જનતા બંનેનો આ રેકોર્ડ બનવા પાછળ હાથ છે, જેમાં કુલ 5,05,412 લોકોએ આ દિવસે 3173 ફ્લાઇટ્સ સાથે પ્રવાસ ખેડ્યો હતો.જેનાથી એરલાઇન્સને અંદાજે ₹500 કરોડનો નફો થયાનું અનુમાન છે.
આ દિવસના નફાને લીધે ઇન્ટરગ્લોબ તથા સ્પાઇસજેટ જેવી એરલાઇન્સના શેર માર્કેટમાં ઊંચામાં જોવા મળ્યા હતા.
સપ્ટેમ્બર મહિનામાં ડોમેસ્ટિક એર મુસાફરીનો ટ્રાફિક 6% થી વધી 1.3 કરોડ થયો હતો.
હવે લગનની સિઝનને લઈને ફ્લાઇટના બૂકિંગ વધ્યા છે જ્યારે ભાડામાં ઘટાડો નોંધાયો છે.
ભારતમાં 23 નવેમ્બરથી 15 ડીસેમ્બર વચ્ચે મેક્સિમમ લગ્ન થશે તેવું અનુમાન છે, જેથી આ સમયગાળા દરમિયાન હવાઈ મુસાફરીના બૂકિંગ વધવા છત્તા ભાડામાં ઘટાડો થયો છે.
બેંગલુરુ-કોલકત્તા ડોમેસ્ટિક ફ્લાઇટનું ભાડું 35% જેટલું ઘટીને ₹4,778 થયું, ચેન્નાઈ-કોલકત્તાની ફ્લાઇટમા 34% ઘટીને ₹4,873 થયું જ્યાં દિલ્લી-ગોવા 22% ઘટી ₹5251 જેટલું થયું.
આ સાથેની અન્ય વિગતો અનુસાર અમદાવાદમાં થનાર કોલ્ડપ્લે કોન્સર્ટને કારણે અમદાવાદ આવતી ફ્લાઇટ્સના ભાવ ઉપર જવાની સપૂર્ણ શક્યતા છે.