છેક હવે થઈ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત
વિવિધ શહેરોમાં તાપમાનનો નીચો મિજાજ અનુભવાયો.
ગુજરાતના શહેરોમાં શિત લહેરોના અનુભવ થવાની શરૂઆત થઈ ગઈ છે.
ભારતમાં છેલ્લા 120 વર્ષોની અંદર આ વર્ષનો ઓકટોબર મહિનો સૌથી ગરમ રહ્યો હોવાનું એક રિપોર્ટ મુજબ સામે આવ્યું છે.
હવે, લોકો જે ગરમીથી પરેશાન હતા; તેમાં રાહતની અનુભૂતિ થઈ રહી છે. વહેલી સવારે તથા સાંજે હવાની ઠંડી લહેરો શિયાળો શરૂ થઈ ગયો હોય તેવો અહેસાસ કરાવે છે.
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એસ.જી હાઇવે વિસ્તારમાં દાંત કકડે તેવી ઠંડીનો અનુભવ થવાનું શરૂ થઈ ગયું છે. આ વખતની શરૂઆત થોડી મોડી રહી છે.
ગઈ કાલે ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે સાથે નલિયા,ડીસા,વડોદરા અને અમરેલીમાં તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું હતું.
ક્યાં કેટલું નીચું તાપમાન નોંધાયું
ગાંધીનગર - 15.5 (સામન્ય કરતાં 3.6 ડિગ્રીનો ઘટાડો)
ડાંગ - 16.2
દાહોદ - 16.7
અમરેલી - 17.2
નલિયા - 18
વડોદરા - 18.8
રાજકોટ- 19.6
ડીસા-19.8
પોરબંદર 19.6
14 નવેમ્બર બાદ અમદાવાદમાં 20 ડિગ્રીથી નીચે જશે તાપમાન ત્યાર બાદ ઠંડીનો મોસમ ખરો જણાશે.