અમદાવાદને મળશે વોટર મેટ્રો!
દેશમાં 18 નદીઓ પર ચાલશે વોટર મેટ્રો

સાબરમતી નદી પર વોટર મેટ્રોની ચર્ચા થઈ રહી છે.
હાલ કેન્દ્ર સરકાર અમદાવાદની સાબરમતી અને સુરતની તાપી સાથે સાથે દેશમાં અલગ અલગ 18 નદી પર વોટર મેટ્રો શરૂ કરવાની તૈયારીઓ બતાવી છે.
ભારતના કોચીમાં આ પ્રકારે વોટર મેટ્રો કાર્યરત છે.

કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટનું કામ કોચી મેટ્રો રેલ લિમિટેડને સોંપ્યું છે. જે પહેલા સર્વે કરશે અને પછી પ્રોજેક્ટને આગળ વધારાશે.
અમદાવાદમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજ થી ગિફ્ટ સિટીને વોટર મેટ્રો રેલના રુટમાં આવરી લેવામાં આવશે.
જ્યાં અન્ય રાજ્યો અને તેમના શહેરોમાં ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીમાં, જમ્મુ અને કાશ્મીરમાં દલ લેક, અંદમાન અને લક્ષદ્વીપમા સાથે મેગલુરુ, અયોધ્યા, ઢૂબરી, ગોવા, કોલમ , કોલકત્તા , પટના, પ્રયાગરાજ, શ્રીનગર, વારાણસી, મુંબઈ અને વસઇ જેવા સિટીમાં આ કાર્યરત કરવામાં આવશે.

આ તમામ સ્થળો પર પહેલા સર્વે હાથ ધરાશે. અને ત્યાર બાદ પ્રોજેક્ટ પર મહોર લાગશે.
વોટર મેટ્રો પ્રોજેક્ટ દ્વારા જે તે નદી કે તળાવ અર્બન જળમાર્ગ તરીકે ઊભરી આવશે.