વિકાસના પથ, રિવરફ્રન્ટ માટે નવું નજરાણું
₹792.50 કારોડના ખર્ચે કન્વેન્શન, કલ્ચરલ, બિઝનેસ સેન્ટર બનશે.
રિવરફ્રન્ટના વિકાસ માટે રાજ્ય સરકાર અને મ્યુનિ. સંપૂર્ણ રીતે તૈયાર!
રિવરફ્રન્ટના ડેવેલપમેન્ટ માટે જે રીતે દિવસેને દિવસે નવા પ્રોજેક્ટ્સ બહાર પડી રહ્યા છે. તે દિવસ દૂર નથી જ્યારે અમદાવાદ ભારતમાં એક બેસ્ટ ટુરિસ્ટ તથા બિઝનેસ સ્પોટ તરીકે ઊભરી આવશે.
હાલમાં AMCની સ્ટેન્ડિંગ કમિટી તરફથી મળતી માહિતી મુજબ AMC દ્વારા ₹792.50 કારોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર નવું કન્વેન્શન, કલ્ચરલ, બિઝનેસ સેન્ટર બનાવાશે. જ્યાં ₹500 કરોડ જેટલી ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે અને ₹292 કરોડ જેટલો ખર્ચ મ્યુનિ. દ્વારા કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ટાગોર હોલ પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાનું કન્વેન્શન સેન્ટર તૈયાર કરવાના આયોજનમાં છે. મ્યુનિ. 13,000 ચોરસ મીટર એરિયામાં કલ્ચરલ પ્લાઝા, એકઝીબિશન હોલ તથા કન્વેન્શન હોલ બનાવશે. અંદરના માળખામાં 1000 ફોરવ્હીલર પાર્ક કરી શકાય તેવું વિશાળ પાર્કિંગ, 20 મિટિંગ રૂમ, 300 જેટલા હોટેલ રૂમ, 1500 વ્યક્તિની કેપેસિટી રાખતું પરફોર્મિંગ થિયેટર બનશે.
ઉપરાંત 300થી વધુ પ્રેક્ષકોની કેપેસિટી ધરાવતું થિયેટર ડોમ અને 700થી વધારે કેપેસિટી ધરાવતું એમ્ફી થિયેટર બનાવવામાં આવશે
આગવી વિશેષતાઓ શું હશે ?
આ વિસ્તારને ડેસ્ટિનેશન સેન્ટર તરીકે વિક્સાવવાનું આયોજન છે.
એકઝીબિશન હોલ 4000 ચો. મી.
કન્વેન્શન હોલ 4000 ચો. મી.
કલ્ચરલ પ્લાઝા 5000 ચો. મી.
મિટિંગ રૂમ - 20 રૂમની વ્યવસ્થા.
હોટેલ - 300 રૂમની વ્યવસ્થા.
આર્ટ થિયેટર - 1500થી વધુ વ્યક્તિ બેસી શકશે.
થિયેટર ડોમ - 300થી વધુ વ્યક્તિ બેસી શકશે.
એમ્ફિ થિયેટર - 600થી વધુ વ્યક્તિ બેસી શકશે.
પાર્કિંગ - 1000 જેટલી ગાડીઓના પાર્કિંગની સુવિધા.
રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે બનનાર આ કન્વેન્શન સેન્ટરનું કામ ટૂંક સમયમાં શરૂ થશે અને તેને પૂરું થતા અઢી વર્ષ જેટલો સમય લાગશે.
આ કન્વેન્શન સેન્ટરને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા વિવિધ સુવિધાઓ અપાશે, સાથે બન્યા બાદ થનાર ટ્રાફિક અને નિવારણ માટે પણ મ્યુનિ. તંત્ર સચેત છે. જ્યાં મ્યુનિ. જે તે સમયે યોગ્ય પગલાં લેશે.