અમદાવાદ રિવરફ્રન્ટ પર જોવા મળશે નવું રિવરક્રૂઝ
Updated on 15-11-2024 12:21
નવી સુવિધાઓ સાથે પ્રસંગો માટે લોકો ઉપયોગ કરી શકશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી નવી સુવિધાઓ આપવાનાં પ્રયાસ કરી રહ્યું છે. જ્યાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ માટે આકર્ષક નવા નજરાણાની ચર્ચાઓ સંભળાયી રહી છે.
સાબરમતી નદીમાં અક્ષર રિવર ક્રૂઝની સુવિધા july 2023 થી પબ્લિક માટે ખુલ્લી મુકાયી છે. જ્યાં લોકો લંચ અને ડિનરનો સ્વાદ ક્રૂઝમાં બેસીને નદીની વચ્ચે માણી શકે છે.
AMC અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા મળતી માહિતી મુજબ હવે સુવિધામાં બીજા એક નવા ક્રૂઝનો ઉમેરો કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ આ ક્રૂઝ પાછળનું તમામ આયોજન કરી દેવામાં આવ્યું છે.
આ નવી ક્રૂઝ, જૂની ક્રૂઝ કરતા વધુ મોટી હશે. અને સાથે જ અહી લગ્ન પ્રસંગ, સગાઈ, બર્થડે પાર્ટી જેવા આયોજન માટે લોકોને અમુક કિંમતે આપવામાં આવશે.
નવી ક્રૂઝમાં મોટા પ્રસંગ ઉજવી શકાય તે માટે બેન્કવેટની સુવિધા હશે, સાથે ડાઇનિંગ હોલ અને અન્ય સુવિધાઓ પણ હશે.
હાલ માં જ ભારતના ગૃહમંત્રી અમિત શાહે જૂના ક્રૂઝની મુલાકાત લીધી હતી.
આ પહેલા એક સભામાં અમિત શાહે કહ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી મોદીનું બ્રેઇન ચાઇલ્ડ છે; અને તે ફક્ત અમદાવાદ જ નહીં પણ દેશ અને વિશ્વમાં ફેમસ છે. અને આ બધા અવનવા પ્રોજેક્ટ પાછળનો હેતુ અમદાવાદનાં ટુરિઝમને દુનિયામાં જાણીતું બનાવવાનું જ છે.
જે માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી કામ કરી રહી છે.
હાલ ક્યારથી આ નવા ક્રૂઝની શરૂઆત થશે તેવી કોઈ સ્પષ્ઠ જાણકારી નથી.