Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

₹300 કરોડના ખર્ચે ઇમેજિકા થીમપાર્ક બનશે અમદાવાદમાં.

Updated on 26-11-2024 17:51

અમદાવાદીઓને હવે ઇમેજિકા માટે મુંબઈ જવું નહીં પડે, ઇમેજિકા હવે ઘર આંગણે!

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બનશે ઇમેજિકા થીમપાર્ક

ભારતમાં વૈશ્વિકસ્તરનું મનોરંજન મળે તેવા થીમપાર્ક કે એડવેન્ચર પાર્ક ઘણા ઓછા છે. જ્યાં ગુજરાત કે અમદાવાદના લોકોને આ પ્રકારના મનોરંજનની મજા માણવા પર્યટન કરવું આવશ્યક બનતું હોય છે. પણ હવે આ દુવિધાનું નિરાકરણ આવશે. 

45 હજાર ચોરસ મીટરમાં 5 ઝોનમાં બનશે રિવરફ્રન્ટ ઇમેજિકા.

વૈશ્વિકસ્તરના મનોરંજન અમદાવાદ કે ગુજરાતમાં નથી, પણ હવે તે કમી પણ પૂરી થવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેંટ ઓથોરીટી સાથે પૂણે ઇમેજિકા વર્લ્ડ સાથે એગ્રીમેન્ટ થઈ ચૂક્યા છે. જ્યાં મુંબઈ-પૂણે હાઇવે પર બનેલા ખોપોલીમાં બનેલા દેશના સૌથી મોટા થીમ પાર્ક બાદ હવે ગુજરાતનું પ્રથમ અને દેશનું સૌથી મોટું બીજું થીમપાર્ક અમદાવાદના રિવરફ્રન્ટના પૂર્વ વિસ્તારમાં અટલબ્રિજના પૂર્વ છેડે બનવા  જઈ રહ્યું છે.

અત્યારે આ થીમપાર્ક પ્રોજેક્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ની મંજૂરીની હેઠળ છે, ત્યાં તેને મંજૂરી મળતા આ પ્રોજેક્ટને લીલીઝંડી મળી જશે.

આ પ્રોજેક્ટ 5 ઝોનમાં વહેચાયેલો હશે. જ્યાં 45 હજાર ચોરસ મીટરમાં બનશે આખું થીમપાર્ક. આ થીમપાર્ક બનવાનો ટોટલ ખર્ચ અંદાજિત ₹300 કરોડ જેટલો થશે. 
NGTની મંજૂરી મળતાજ 4 મહિનાની અંદર આ કામ શરૂ થઈ જશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેંટ ઓથોરીટી આ પ્રોજેક્ટ માટે ઇમેજિકાને 30 વર્ષ માટે જમીન લીઝ પર આપશે. જેનું વાર્ષિક ભાડું ₹45.60 લાખ હશે. જે દર વર્ષે 10%ના દરે વધશે. સાથે સાથે દર વર્ષે ઇમેજિકા ભાડા ઉપરાંત પાર્કનો 12.25% કમાણીનો હિસ્સો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેંટ ઓથોરીટીને આપશે. મંજૂરી બાદ પ્રથમ ફેઝનું કામ 10મહિનાની અંદર જ પૂરું થઈ જશે.

કયા ઝોનમાં કઈ સુવિધા 

ઝોન : 1 મેઇન એન્ટ્રી ગેટ તથા વ્હીકલ ડ્રોપ પોઈન્ટ. 5000ની ભીડ સમાવી શકે તે માટે સંપૂર્ણ ઓપન એરિયા.  

ઝોન : 2 ટિકિટ વિન્ડો ઓનલાઇન સાથે અહિં ઓફલાઇન સુવિધા પણ મળશે, 6 લાઇનની ટિકિટ વિન્ડો - 3 સ્ત્રીઓ માટે , 3 પુરુષો માટે . ભીડ ન થાય તે માટે આ પ્રોવિઝન 

ઝોન : 3  ડેવ એન્ડ બસ્ટર જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે તેનો એન્ટરટેનમેન્ટ સ્ટોર હશે. અહિં સેકન્ડ ફ્લોર પર મલ્ટિ લેવલ પાર્કિંગ હશે જ્યાં એક સાથે 500 વ્હીકલ પાર્ક થઈ શકે.

ઝોન : 4  કિડ્ઝાનીયા આઉટલેટ અને સ્નો પાર્ક આ પણ એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. આ સાથે અહિં રોક ક્લાઇનબિંગ વોલ , બરફથી ઢંકાયેલ કૃત્રિમ પહાડો પણ હશે. 

ઝોન : 5  બધી ઉંમરના લોકો માટે રોમાંચક ડ્રાઈવ, 2 રેસ્ટોરન્ટ , ગો કાર્ટિંગ એરિયા, શાફ્ટ પ્લે એરિયા, રોલર કોસ્ટર, ફ્લાઈંગ એરિયા, થિયેટર વગેરે હશે.

વિશ્વસ્તરનું મનોરંજન મળે તે માટે વૈશ્વિકસ્તરની કંપનીઓ અહિં હશે.  

કિડઝાનીયા : 37 દેશોમાં પોતાના આઉટલેટ ધરાવતી આ કંપની હવે ભારતમાં તેનો બીજો આઉટલેટ જોવા મળશે. તે બાળકોને લર્નિંગ આપવાનું કામ કરે કે જે 1 થી 14 વર્ષના બાળકોને મેન્ટલ ઇનવોલ્વમેન્ટ વાળી ગેમ્સ રમાડે છે.

ડેવ એન્ડ બસ્ટર : આ કંપનીએ ઇમેજિકા માલપાની ગ્રુપ સાથે ટાઈઅપ કરેલ છે. જેના વિશ્વભરમાં 156થી વધુ સ્ટોર્સ છે. જે એક હાઈટેક ગેમિંગ અને રેસ્ટોરાં ચેન છે, ભારતમાં તેનો આ બીજો સ્ટોર હશે. 

મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસનના કહેવા મુજબ વર્ષે 30 લાખ લોકો અહિં અટલબ્રિજની મુલાકાતે આવે છે, એક દિવસ તેઓ રોકાય તો કાંકરિયા સાથે તેમની પાસે હજી એક ઓપ્શન વધે તેવા હેતુ થી ટુરિઝમને વેગ આપવા રિવરફ્રન્ટ પર ઇમેજિકા થીમપાર્ક શરૂ કરાશે.

દર 5 વર્ષે 1 થીમપાર્ક ઊભું કરવાનું લક્ષ્ય, ટીયર-1 સિટીમાં મોટા, જ્યારે ટીયર-2 સિટીમાં નાના થીમ પાર્ક ઊભા કરવાના છે. જય માલપાની (એમ.ડી, ઇમેજિકા વર્લ્ડ)

અમદાવાદ બાદ માલપાની ગ્રુપ ઈન્દોરમાં ઇમેજિકા વર્લ્ડ બનાવવાની તૈયારીમાં છે.  

Published by: Kunal Solanki
Published on: Nov 25, 2024
2 LIKE
SHARE
65 VIEWS

MORE NEWS