Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

સિંધુભવન રોડ જંકશન પર બનશે નવો સિક્સ લેન ફલાયઓવર.

બન્યા બાદ લોકોને ટ્રાફિકમાંથી 5થી 7 મિનિટની મળશે રાહત.

સિંધુભવન રોડ જંકશન પર થશે નવા સિક્સ લેન ફલાયઓવર બ્રિજનું નિર્માણ.

એસ.પી રિંગ રોડને અડીને આવેલા સિંધુભવન રોડ પર નવા ફલાયઓવરનું નિર્માણ કરવામાં આવશે. સિંધુભવન રોડ હાલ ટ્રાફિકથી ભરપૂર જોવા મળે છે. અને આ રોડનો ઉપયોગ કરી બોપલ અથવા સાયન્સ સિટી તરફ જતાં લોકોને પરેશાની થતી હોય છે. 
આ તકલીફ નિવારવા માટે ઔડા એક નવા પ્લાન સાથે બોપલ એપ્રોચથી સાયન્સ સિટી અપ્રોચ તરફ સિંધુભવન જંકશન ઉપરથી નવા સિક્સ લેન ફલાયઓવરનું નિર્માણ કરશે. 


ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈ તેને સરળ કરવા અને અવર-જવર કરતાં લોકોનો સમય બચાવવા ઔડા ₹118 કરોડનાં ખર્ચથી 870 મીટર લાંબો આ ફલાયઓવર, એસ.પી રોડ પર બનાવશે.


બોપલ એપ્રોચ સાઈડ ફલાયઓવરની લંબાઈ 272 મીટર જેટલી હશે, જ્યારે સાયન્સસિટી અપ્રોચ તરફના ફલાયઓવરની લંબાઈ 150 મીટરની હશે. 27 મીટરની પહોળાઈ સાથે બનનાર ફલાયઓવરની બંને સાઈડ પર 11 મીટર પહોળાઈ વાળો સર્વિસ રોડ પણ બનશે, જેથી ફલાયઓવર નીચેથી જતાં મુસાફરોને રાહત મળે. 


હાઇવે પર થતાં અકસ્માતોને ટાળવા આ ફલાયઓવર પર આરસીસીના ક્રેશ બેરિયર પણ બનાવવામાં આવશે. અને 38 જેટલા સ્પાન મૂકવામાં આવશે.  
આ ફલાયઓવર બ્રિજની કામગીરી શરૂ થતાં જ સમાંતર રોડ પર ડાયવર્ઝન આપવામાં આવશે. 


મળેલ માહિતી મુજબ ટૂંક સમયમાં આ ફલાયઓવરની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. જે સવારે અને સાંજે ઓફિસ તથા કામકાજ માટે નીકળતા લોકોની 5 થી 7 મિનિટ બચશે તેવો અંદાજો છે. 
ટૂંક જ સમયમાં આ ફલાયઓવરની કામગીરી શરૂ થશે. જેને સંપૂર્ણ બનતા 2 વર્ષનો સમય લાગશે.

આ સાથે મળતી માહિતી મુજબ ઔડા અમદાવાદ ફરતે આવેલ 76km લાંબા આ એસપી રિંગ રોડ પર જ્યાં વધારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય. ત્યાં બધે ફલાયઓવર બનાવવાના આયોજન કરી રહ્યું છે.  
 

 

Published by: Kunal Solanki
Published on: Nov 16, 2024
2 LIKE
SHARE
66 VIEWS

MORE NEWS