ઘોડાસર બ્રિજ પર બંધ AMTS અને ટ્રક વચ્ચે અકસ્માત
2 લોકોના ઘટના સ્થળ પર જ મોત!
.gif)
ઘોડાસર બ્રિજ પર સર્જાયો અકસ્માત 2ના મોત
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર આજ રોજ અકસ્માત સર્જાયો જ્યાં 2ના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા.
➞ ઘટના એવી બની કે ઘોડાસર બ્રિજ પર AMTSની એક બસ બંધ પડેલી હતી.
➞ બંધ પડેલી બસને AMTS વર્કશોપ સુધી ખેંચી જવાં માટે અન્ય AMTS બસ આવી હતી.
➞ બંધ બસની આગળ ખેંચવા માટે આવેલ બસ ઊભી હતી. બસ ખેંચવા માટે આવેલા લોકોમાંથી 2 લોકો (આગળ વાળી બસ સાથે બંધ પડેલી બસને જોડતા હતા)
➞ તે 2 લોકો આ બે AMTS બસની વચ્ચે કામ કરતાં હતા.
➞ એટલામાં પૂર ઝડપે એક આઇસર ટ્રક પુરપાટ ઝડપે આવ્યો અને બંધ પડેલી બસને અથડાયો.

બે બસની વચ્ચે કામ કરી રહેલા 2 કર્મચારીઓનું બસની વચ્ચે દબાઈ જતાં ઘટના સ્થળે જ મોત.