લાંચના કેસમાં સસ્પેન્ડ થયેલ પોલીસકર્મીને થોડી રાહત મળી.
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે 1 વર્ષની ફરજ મોકૂફી ઓછી કરી.
હવે જો કોઈ પોલીસ કર્મચારી, લાંચના ગુનામાં ઝડપાશે તો એક વર્ષમાં તે ફરી ફરજ બજાવવા નોકરી પર હાજર થઈ શકશે!
અગાઉના નિયમો મુજબ બે વર્ષ સુધી આવા પોલીસકર્મીને નોકરીથી બાકાત કરાતા હતા!
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 20 વર્ષ જૂના નિયમોમાં ફેરફાર કરી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ ભ્રષ્ટાચાર કે લાંચના કેસમાં પકડાયેલ પોલીસ અધિકારી કે કર્મચારીને અગાઉ બે વર્ષ સુધી ફરજ મોકૂફ કરવામાં આવતા હતા, જે બદલીને હવે ઓછામાં ઓછું એક વર્ષ જ સસ્પેન્ડ કરી શકાશે તેવી ફેરબદલી નવા નિયમમાં કરવામાં આવી છે.
નવા પરિપત્ર મુજબ પોલીસ તપાસના જે કેસમાં સંબંધિત અધિકારી કે કર્મચારી સામે લાંચનો ગુનો નોંધાયો હોય, કોર્ટમાં તપાસની પોલીસ અધિકારીએ તહોમતનામું મૂકી દીધું હોય, એવા કિસ્સામાં ફરજ મોકુફી હેઠળ મુકાયાના એક વર્ષ બાદ જ નોકરી પર પરત લઈ લેવાશે.
અગાઉ 13-9-2004નાં ઠરાવમાં અન્ય જે જોગવાઈ હતી તે યથાવત રાખવામાં આવેલ છે.
ઘણા પોલીસકર્મી આ પરિપત્ર બાદ રાહતની શ્વાસ લેશે!
પણ લાંચના ગુન્હામાં સસ્પેંડ થયેલ આ સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ ઈમાનદાર બનીને પાછા ફરશે તેની શું ખાતરી?