મેટ્રોમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને મહેનતાણું ન મળતા હડતાળ!
Updated on 13-11-2024 09:13
માત્ર દસ હજાર રૂપિયા પગારમાં પણ દિવાળીએ અડધોજ પગાર અપાયો હતો.
મેટ્રોમાં ટિકિટ કાઉન્ટર પર કામ કરી રહેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર.
મેટ્રોમાં ટિકિટ કાઉન્ટર પર રહેલ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છેલ્લા મહિનાની સેલેરી તેમજ દિવાળી બોનસ મળી નથી અને અન્ય બીજા મુદ્દાઓ પણ હોવાથી તેઓ હડતાળ પર ઉતર્યા.
કોન્ટ્રાક્ટ કર્મચારીઓ મુજબ તેઓની સેલેરી માત્ર 10,000 રૂપિયા છે. એમાં પણ દિવાળી સમયે અડધી સેલેરી કરાઈ હતી. જે પછીની અડધી સેલેરી દિવાળીના 10 દિવસ બાદ હજુ સુધી પણ કરવામાં આવી નથી. અને ગત વર્ષે દિવાળી બોનસ પણ આપવામાં આવ્યું હતું જે આ વર્ષે અપાયું નથી.
આજે સવારે ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન ઉપર અમદાવાદના વિવિધ મેટ્રો સ્ટેશનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પગાર ન મળતા તેમજ મેટ્રો સ્ટાફ અધિકારીઓ દ્વારા શોષણ જેવા મુદ્દાઓ સાથે નોકરીમાં લોગીન ન કરી વિરોધ કર્યો હતો.
આ સિવાય પણ કર્મચારીઓ મુજબ ઉપરી અધિકારીઓ દ્વારા આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ કરાઈ રહ્યું હોવાના આક્ષેપો છે.
કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા સેલેરી ન કરાય ત્યાં સુધી નોકરીએ ન આવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જ્યાં સુધી હડતાળ પર છે ત્યાં સુધી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા બીજા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી મેટ્રોની કામગીરીમાં કોઈ અસર થશે નહીં.