અસારવા સિવિલના અમુક એકમોનું નવીનીકરણ થશે
1800 બેડની હોસ્પિટલ બનશે!
અસારવા સિવિલ હોસ્પિટલની અમુક જૂની અને જર્જરિત થયેલી બિલ્ડિંગનું નવીનીકરણ કરાશે.
શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલની જૂની થઈ ગયેલી બિલ્ડિંગનું ₹840 કરોડના ખર્ચે આગામી સમયમાં રી-ડેવલપમેન્ટ કરાશે.
આ રી-ડેવેલપમેન્ટ પ્રોજેક્ટની અંદર 1800 બેડની હોસ્પિટલ, 1200 વિધાર્થીઓ માટે હોસ્ટેલ, હોસ્પિટલના હયાત ગેટ સિવાયના નવા 2 ગેટ અને મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવાશે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં થતી કામગીરીની સમીક્ષા કરાઇ હતી.
આ સાથે સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ કરતી વખતે અહિં આવતા દર્દી અને દર્દીના સગાઓને કેમ્પસ સિમલેસ મોબિલિટી તથા હોર્ડિંગ્સના આધારે માહિતી મળી રહે તેવી સુવિધા ઊભી કરવાનું આયોજન છે.
₹840 કરોડના ખર્ચે બનનાર આ નવીન સુવિધાઓમા મલ્ટિલેવલનું એલ આકારનું પાર્કિંગ, નક્કી કરેલ બિલ્ડિંગમાં બેઝમેન્ટ પાર્કિંગ પણ બનાવાશે.
સાથે સાથે મેડિકલ પી.જીની સીટ વધારાને ધ્યાનમાં રાખી વિધાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરાવાશે.