Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

ખ્યાતિ હોસ્પિટલના નામમાં વધુ એક ડાઘ!

સરકારી પોર્ટલ સાથે ચેડાં કરતાં હતા આરોપીઓ.

હાલમાં ખૂબજ ચર્ચામાં ચાલી રહેલી ખ્યાતિ હોસ્પિટલના નામમાં બીજું કૌભાંડ ચોપડે ચડ્યું! જ્યાં ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ બનાવવાનું તપાસમાં હાથે ચડ્યું છે.

ખ્યાતિ હોસ્પિટલની તપાસ કરી રહેલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની નજરમાં બોગસ આયુષમાન કાર્ડ કૌભાંડ થયાના તથ્યો બહાર આવ્યા છે. જેમાંથી હાલ 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. અને કુલ 10 સામે ગુન્હો નોંધાયો છે.

સામાન્ય રીતે જે 48 થી 72 કલાકમાં એપ્રુવ થતાં કાર્ડને 15 મિનિટમાં એપ્રુવ કરાવી કૌભાંડ આચરતા. જેના માટે દર્દીઓ પાસેથી ₹1500 લેતા, અને પછી ખોટા ઓપરેશન કરીને સરકાર પાસેથી પૈસા એંઠતા હતા.

આયુષ્યમાંન કાર્ડ બનાવવાનો સરકારી કોન્ટ્રેક્ટ Enser Communication pvt ltd પાસે છે. તેમને પણ આ આરોપીઓ ખોટા પુરાવા આપતા હતા. આ આરોપીઓ સરકારી પોર્ટલ સાથે ટેકનીલક ચેડાં કરીને આ કાર્ડ કાઢીને આપતા હતા. કેમ કે એનરોલ કરેલ હોસ્પિટલ પાસે પોર્ટલના એક્સેસ રહેતા હતા.  

PMJAY વિભાગમાંથી મળેલા આ ડેટાનું એનાલિસિસ કરતાં ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજનામાં એનરોલ થયા પછી એટલે કે વર્ષ 2021ના મે માસથી 2024ના નવેમ્બર માસની 11 તારીખ સુધીમાં કુલ 4947 ઓપરેશન કર્યાં છે. આ તમામ ઓપરેશન PMJAY યોજના અંતર્ગત કર્યા હોવાનુ પણ બહાર આવ્યું છે.

કૌભાંડમાં સંકડાયેલા લોકો!

1. કાર્તિક પટેલ, અમદાવાદ
2. ચિરાગ રાજપૂત, અમદાવાદ
3. નિમેશ ડોડીયા, અમદાવાદ
4. મોહમ્મદ ફઝલ શેખ, અમદાવાદ
5. મોહમ્મદ અસ્પાક શેખ, અમદાવાદ
6. નરેન્દ્રસિંહ ગોહિલ, ભાવનગર
7. ઈમ્તિયાજ, ભાવનગર
8. રાશીદ, બિહાર
9. ઈમરાન જાબીર હુસેન કારીગર, સુરત
10. નિખીલ પારેખ, અમદાવાદ

આ તમામ સામે કાયદેસરનો ગુન્હો દાખલ થયેલ છે.

Published by: Kunal Solanki
Published on: Dec 18, 2024
2 LIKE
SHARE
24 VIEWS

MORE NEWS