Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78600.00 (+0.00)
Silver ₹ 92200.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ પીરાણામાં શરૂ

Updated on 21-11-2024 12:41

રોજના 1000 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરશે.

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નવતર સફળ પ્રયોગ. 
AMC શહેરમાંથી નીકળતા કચરાનો ઉપયોગ કરી અને તેનો યોગ્ય નિકાલ કરી કચરામાંથી વીજળી ઉત્પન્ન કરશે. 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન PPP મોડેલ મુજબ જિંદાલ કંપની સાથે મળીને અમદાવાદ પીરણા વિસ્તારના શાહવાડીમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવેલ છે. 
જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ પીરણા ખાતે 14 એકર AMCની જમીનમાં આ પ્લાન્ટ બનાવ્યો છે. જે ફક્ત કચરા માંથી વીજળી બનાવે છે.

વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શું છે ?

અમદાવાદ માંથી રોજ 4000 મેટ્રિક ટન કચરો નીકળે છે. તેમાંથી 1000 મેટ્રિક ટન કચરાને આ પ્લાન્ટમાં નાખી વીજળી ઉત્પન્ન કારવામાં આવે છે. 
આ પ્લાન્ટ રોજ 1000 મેટ્રિક ટન કચરામાંથી 3 લાખ 50 હજાર યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. 
જેથી અહિં શહેરના 1000 મેટ્રિક ટન કચરાનો રોજ નિકાલ થાય છે,અને સામે રોજ 3.50 લાખ યુનિટ વીજળી મળે છે.

વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કઈ રીતે કામ કરે છે ?

પ્રથમ ચરણ : ઘર, સોસાયટી વગેરેથી એકત્ર કરાયેલ કચરો લઈ કચરાનું વાહન પ્લાન્ટના વે-બ્રિજમાં આવે

દ્વિતીય ચરણ   : વે-બ્રિજમાં વજન થયા બાદ આ કચરાને ટ્રકમાંથી મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ પીટ કે જેમાં 40 હજાર મેટ્રિક ટન કચરો સંગ્રહ કરી શકાય છે; તેની પર ઠાલવવામાં આવે છે. 

તૃતીય ચરણ : મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ પીટ પર ઠાલવેલા કચરાને ક્રેન મારફત પ્લાન્ટના બોઈલરમાં મોકલવામાં આવે છે. બોઈલરમાં આ કચરો સળગે, જેનાથી બોઈલરમાં સ્ટીમ પેદા થાય ( જ્યાં દર કલાકે 65 ટન સ્ટીમ ઉત્પન્ન થાય છે) 

ચોથુ ચરણ : બોઈલર માંથી સ્ટીમ પાઇપલાઇન મારફતે ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે છે. જેનાથી ટર્બાઇન ગતિમાં આવી ફરવા લાગે છે. 

પાંચમું ચરણ : સ્ટીમથી ટર્બાઇન ફરે છે; જ્યાં ટર્બાઇન પાસે જનરેટેર ગોઠવવામાં આવ્યું છે, જ્યાં ટર્બાઇન ફરવાથી જનરેટરમાં વીજળી ઉત્પન્ન થાય છે. 

છઠઠુ ચરણ : જેનરેટેરમાં ઉત્પન્ન થયેલી વીજળીને પ્લાન્ટના સ્વિચ યાર્ડમાં લઈ જવાય છે. જ્યાંથી આ વીજળીને ટોરેન્ટના સબ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે.  

સાતમું ચરણ : ટોરેન્ટના સબ સ્ટેશનમાંથી વીજળી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને પહોંચાડવામાં આવે છે.

 આ રીતે એક-એક ચરણ મુજબ કચરા માંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.

વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની જાણવા જેવી બાબતો

- રોજનો હજારો મેટ્રિક ટન કચરો અહિં આવે છે, તેમ છત્તા પ્લાન્ટની ચોખ્ખાઈ જળવાઈ રહે છે.  
- સુરક્ષા સજ્જ વ્યવસ્થા 
-પ્લાન્ટ એકદમ પ્રદૂષણ મુક્ત 
- કચરો બનાવતા પ્રોસેસમાં ઉત્પન્ન થતાં ધુમાળાને પણ ફિલ્ટર કરવામાં આવે છે 
- GPCB ના બધાજ નિયમો છોકકસાઈથી પાળવામાં આવે છે. 
- આ પ્રક્રિયામાં બોઈલરને ઠંડુ કરવા જે પાણી વપરાય છે તે પાણી પણ સુએજ માંથી ફિલ્ટર કરીને વાપરવામાં આવે છે, જેથી ચખ્ખા પાણીની બચત થાય  

પ્લાન્ટમાં એક કંટ્રોલ રૂમ છે, જ્યાંથી બધા મશીન ઓપરેટ પણ કરી શકાય અને પ્લાન્ટ પર નઝર પણ રાખી શકાય 
આ પ્લાન્ટ ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ
આવનાર સમયમાં  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બીજો પ્લાન્ટ પણ બનાવશે.

પીપીપી મોડેલમાં જિંદાલની ભૂમિકા

- આ પ્લાન્ટ પીરાણા ખાતે બનાવવા AMC એ જિંદાલને જમીન ફાળવી 
- પ્લાન્ટ જિંદાલ દ્વારા ₹375 કરોડના ખર્ચે બનાવાયો 
-હાલ 250 લોકોને રોજગાર મળ્યો 
- પ્લાન્ટમાં બનેલ વીજળી પર GUVNL પ્રતિ યુનિટ જિંદાલને ₹7.07 ચૂકવે છે 
- હાલ પ્લાન્ટનું બધુંજ સંચાલન જિંદાલ દ્વારા કરવામાં આવે છે.

આ પ્લાન્ટનો હેતુ કચરાનો યોગ્ય નિકાલ અને વીજળી ઉત્પન્ન કરવાનું જ છે.  

 

Published by: Kunal Solanki
Published on: Nov 20, 2024
2 LIKE
SHARE
83 VIEWS

MORE NEWS