Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

694 કિલોગ્રામ નકલી પનીર ઝડપાયું!

પાલનપુરથી અમદાવાદમાં પણ થતો હતો સપ્લાય.

ખાધ્ય પદાર્થમાં ભેળસેળ તથા નકલી બનાવટી ખાધ્ય ચીજવસ્તુઓનો ધંધો! કયા સુધી ? 

પાલનપુરની છાપી GIDCમાંથી નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ. જ્યાં ફૂડ વિભાગે દરોડા પાડયા હતા. તે દરમિયાન આલિયા મિલ્ક પ્રોડક્ટ્સ નામની લાયસન્સ વગરની ફેક્ટરીમાંથી આશરે 700 કિલોગ્રામ નકલી પનીર ઝડપી લીધું, જેની બજાર કિંમત લગભગ ₹1.50 લાખથી વધુની આંકવામાં આવી રહ્યી છે.

આલિયા મિલ્ક પ્રોડક્ટ્સ નામની આ ફેક્ટરીમાંથી બનતું નકલી પનીર છાપી GIDCમાંથી સિદ્ધપુર સુધીના હાઇવેની હોટેલોમાં તથા અમદાવાદમાં પણ સપ્લાય થતું હતું. તથા ફેક્ટરીનો સંચાલક વાપી અંકલેશ્વરનો વતની હતો તેથી ત્યાં પણ આ પનીરનો સપ્લાય જતો હતો.

સામાન્ય રીતે નકલી અને અસલી પનીર દેખાવમાં સરખું જ હોય છે. તેથી તેને પરખવું મુશ્કેલ છે. હાલ ફૂડ વિભાગ દ્વારા સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.

દરોડા દરમિયાન ફેકટરી માંથી 103 લિટર પામોલિન તેલનો જથ્થો મળી આવ્યો. જેનો ઉપયોગ દૂધની ફેટ વધારવા થતો હતો. સાથે સાથે 118 કિલોગ્રામ એસિટીક એસિડ કેમિકલનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેનો ઉપયોગ દૂધ ફાળવા માટે થતો હતો. જે બંને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

બેઝિક ખાણીપીણીની વસ્તુઓ સાથે આવા ચેડાં ક્યારે અટકશે! આ મામલે સરકાર શું પગલાં લેશે તે જોવું રહ્યું.  

Published by: Kunal Solanki
Published on: Dec 12, 2024
4 LIKE
SHARE
38 VIEWS

MORE NEWS