ભાઈબંધે કરી ભાઈબંધની હત્યા
Updated on 11-12-2024 17:57
શાહપુરમાં લંડનથી આવેલ યુવકને મસ્તીના લીધે મળ્યું મોત!
યુવાનોમાં ઘટતી જતી સહનશીલતા જોખમી.
હાલમાં જ શાહપુર વિસ્તારમાંથી ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જ્યાં મિત્રએ જ મિત્રની હત્યા કરી.
લંડનથી ચાર દિવસ પહેલા આવેલો યુવક નામે નિહાલ પટેલ ઘાટલોડિયા વિસ્તારમાં તેનો પરિવાર રહે છે. પિતાનું નામ ઉપેન્દ્રભાઈ પટેલ જેમની શાહપુરમાં અમૂલની દુકાન છે. અને ભાઈનું નામ કરણ પટેલ.
નિહાલના પિતા બીમાર હોવાથી નિહાલ બે દિવસથી દુકાને બેસતો હતો. 7 ડિસેમ્બરે કરણ અને નિહાલ બંને દુકાનની સફાઇ કરવા રોકાયા હતા પછી કરણ ઘરે નિકળી ગયો હતો.
બીજે દિવસે સવારના 7 વાગ્યા સુધી નિહાલ ઘરે ન આવતા ઉપેન્દ્રભાઈએ ફોન કરતાં જાણવા મળ્યું કે નિહાલ સિવિલમાં છે. જ્યાં સારવાર દરમિયાન નિહાલનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસ ફરિયાદ બાદ જાણવા મળ્યું કે નિહાલ પટેલ તેના નજીકના મીત્ર જય ઓઝા સાથે હતો. જ્યાં ઘટનાની આગલી રાત્રે બેઉ વચ્ચે મજાક મસ્તીમાં જયની માતા પર અપશબ્દોની ટિપ્પણી કરવામાં આવી હતી. તે કારણથી જય ઓઝાએ નિહાલને ચપ્પાના ઘા મારી તેની હત્યા કરી હતી.
હાલ પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. અને જય ઓઝાને શોધવા માટે ચક્રો ગતિમાં કર્યા છે.