નિકોલમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ!
દુષ્કર્મ બાદ નરાધમે હત્યાનો પ્રયાસ પણ કર્યો. સદનસીબે બાળકીનો જીવ બચી ગયો!
અમદાવાદના નિકોલ વિસ્તારમાં 7 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને પછી હત્યાનો પ્રયાસ!
નિકોલ વિસ્તારની આ ઘટના છે. જ્યાં એક 7 વર્ષની બાળકી તેના ઘર આંગણે રમી રહી હતી. માતા ઘરકામમાં વ્યસ્ત હતી અને પિતા કામ પર ગયેલા હતા. આ દરમિયાન બાળકીને ત્યાં રમતા જોઈ એક નરાધમ આવી પહોંચ્યો. બાળકીને લાલચ આપી તેને કોઈ અવાવરું જગ્યા પર લઈ ગયો.
આ વ્યક્તિ જેની ઉંમર 35 વર્ષ અને નામે તે અજય રાજપૂત હતો, બાળકીને લઈ જઈ તેણે દુષ્કર્મ આચર્યું અને બાળકીની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.
બાળકીને પહોંચેલી ઇજાના પ્રભાવે તેણે બૂમાબૂમ કરી અને નરાધમ ડરી ગયો હતો. ત્યારે તે બાળકીને ત્યાંજ છોડી; ત્યાંથી નાસી ગયો.
એટલામાં જ બાળકીના માતા પિતાને જાણ થઈ કે તેમની બાળકી ગુમ છે; તો તેને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા અને બાળકી મળી ગઈ.
ઘરે આવ્યા છત્તા બાળકી રડતી હતી; તથા તેના ગળાના ભાગમાં તથા શરીરના અન્ય ભાગમાં ઇજાના નિશાન જોવા મળતા બાળકીને પંપાળીને પૂછતાં તેણે સમગ્ર આપવીતી સંભળાવી.
બાળકીના માતા-પિતાને દુષ્કર્મ થયું હોવાની જાણ થતાં તેમણે તુરંત નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક ધોરણે આ કેસ દાખલ કરી આરોપી અજય રાજપૂતની ધરપકડ કરી હતી.