નશામાં ધૂત નબીરાએ ઔડી કારથી આંબલી રોડ પર સર્જ્યો અકસ્માત
Updated on 26-11-2024 16:45
જે અવેલેબલ હતું તે પીધું, આ પ્રકારની વાતો કરી!
શહેરમાં દિવસે અને દિવસે વધતાં જતાં ક્રાઇમ, અકસ્માતો, તથા આશ્ચર્ય પમાળતી ઘટના બનવામાં કઇં નવું રહ્યું નથી. પરંતુ જે પ્રકારે અને જે સંખ્યામાં રોજ આ ઘટનાઓ બની રહી છે, તે પ્રજા માટે સુરક્ષા પર પ્રશ્ન ઊભો કરે તેવી સ્થિતિ સર્જે છે.
હાલમાં જ શહેરમાં ઘણા અકસ્માત સર્જાતાં જોવા મળી રહ્યા છે. પણ એક સાથે આજુ બાજુ આવતા બધાને લપેટતા જવાનો થલતેજના એક નબીરાનો કિસ્સો સામે આવ્યો છે.
ગઈ કાલે આંબલી-બોપલ રોડ પર એક નબીરો શરાબ પીધેલી હાલતમાં ઔડીકાર લઈ જઈ રહ્યો હતો. નામે રિપલ પંચાલ, રહે-તુલીપ બંગ્લોઝ થલતેજ જેણે પોતાનો જીવ તો જોખમમાં મુકયોજ હતો પરંતુ આસપાસના લોકો માટે પણ ઘાતથી કમ ન હતું.
આંબલી-બોપલ રોડ પર સવારે 9:30 વાગ્યાની આસપાસ પિક અવર્સના ટાઈમિંગમાં એક ઔડી કારે હેરિયર કારને ટક્કર મારી, ત્યાંથી કાર દોડાવી ટેમ્પોને અથડાયો એ પછી પણ અન્ય બે ગાડીઓની સાથે અથડાઈને આગડ વાડી ગાડીને ઢસળી હતી. પછી સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં તે જ રોડ પર આવેલા ટાટા મોટર્સના શો-રૂમ બહાર ડીવાઈડર પાસે ઉભેલા બે ટુ-વ્હીલર્સને ઠોકી ત્યાંજ અટકી ગયો.
આ પ્રકારની ઘટના ઘટયા બાદ પણ તેંના પેટ માંથી પાણી હલ્યું નહીં, અકસ્માત બાદ ગાડીમાં બેઠા બેઠા સિગારેટ પીતો જોવા મળ્યો.
રાહદારીઓ અને આસપાસના લોકોએ બહાર કાઢી તેને મેથીપાક ચખાડ્યો પણ રિપલ પંચાલ ભાનમાં હોય તો અસર થાયને!
શરૂઆતમાં તો તેણે કોઈ વ્યસન ન કર્યું હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. બાદમાં પૂછતાં જવાબમાં તેની જીભ લપસી કે "જે માલ અવેલેબલ હતો; તે પીધો". અહિં આરોપી રિપલ પંચાલ દારૂ કે કોઈ અન્ય પદાર્થના નશામાં હોય તેવું જણાય છે.
ગઈ કાલે આરોપીની એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી, અને તેને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યો હતો.
અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિનું બયાન
આરોપી રિપલ પંચાલ એટલા નશામાં હતો કે તેને કોઈ જ પ્રકારનું ભાન ન હતું.
અકસ્માતનો ભોગ બનેલા રોનીકાએ જણાવ્યું હતું કે આંબલી-બોપલ રોડ પર તેમની ઓફિસ હોવાથી તે ત્યાં રોજ આવતા હોય છે. સવારે નશામાં ધૂત કાર ચાલક અહિં આવી ગાડીઓ અને ટુ વ્હીલરને ટક્કર મારી હતી જેમાં તેમની પણ ટુ વ્હીલરને ટક્કર વાગતા તેઓ ડીવાઇડર પર પડી ગયા હતા. બાદમાં ત્યાં હયાત લોકોએ નબીરાને પકડીને બહાર કાઢતા તેને ઊભા રહેવાનું ભાન ન હતું.
રિપલ પંચાલની પત્નીનો ઘટના પર બનાવટી બચાવ!
તેમની પત્નીના જણાવ્યા અનુસાર તે સૌની માફી માંગે છે. તેઓની માનસિક હાલત નબળી છે. દવા પીધા બાદ કદાચ તેઓની સાથે આવું બન્યું હશે. ઇરાદા પૂર્વક કઈ કર્યું નહીં.
તેમની પત્નીના જણાવ્યા અનુસાર તેઓ રિહેબ સેન્ટર પણ જઈ આવ્યા છે; તેમની દારૂની લત છોડાવવા માટે.
આરોપી રિપલને કરાયેલ પ્રશ્નોના તેને આવા જવાબ આપ્યા
તેણે નશો નથી કર્યો.
તેણે કોઈ અકસ્માત નથી કર્યો.
મને કઇં ખબર નથી
મારો વકીલ જવાબ આપશે તેવું રટણ ચાલુ રાખ્યું હતું.
આ પહેલા પણ આરોપી પર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ થઈ ચૂક્યો હતો.
હવે નવાઈની વાત તો એ છે કે; આરોપી રિપલ પંચાલને 24 કલાકની અંદર જ જામીન પર છોડી મુકાયો છે. મંગળવારે એટલે કે આજે તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટ પાસેથી તેણે જામીનની અરજી કરી હતી. જ્યાં કોર્ટે તેને ₹15000નો બોન્ડ લઈ શરતી જામીન પર છૂટો મૂક્યો.