રિવરફ્રન્ટ પર માણી શકાશે ખાણી-પીણીની મજા!
અત્યાર સુધી વેચાણ પર પ્રતિબંધ હતો! SRFDCL એ નીતિમાં ફેરફાર કર્યા!
સાબરમતી રિવરફ્રન્ટ પર અત્યાર સુધી ફૂડ વેચાણ પર લાગેલો પ્રતિબંધ હટાવાયો! નીતિમાં ફેરફાર કરાયા!
રિવરફ્રન્ટ પર આવતા લોકોમાં મિત્રોના ટોળાં, ફૅમિલી, કપલ્સ વગેરેને કઈક ખાવાની ઈચ્છા થાય તો રિવરફ્રન્ટથી બહાર નીકળીને ખાવું પડતું હતું. પણ હવે આ સમસ્યાનો અંત આવશે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવેલપમેન્ટ ઓથોરીટીએ નીતિમાં ફેરફાર કર્યા છે. જ્યાં હવે રિવરફ્રન્ટ વોક-વે પર ઉપર તથા નીચે ફૂડ કિઓસ્ક મૂકવામાં આવશે, જેથી લોકો ફૂડની મજા માણી શકે.
આ ફૂડ કિઓસ્ક માટે હરાજી કરવામાં આવશે. મહત્તમ બોલી લગાવનારને કિઓસ્ક આપવામાં આવશે.
અહીં ફૂડ સ્ટોલમાં ચા-કોફી સાથે અન્ય ગરમ હળવા નાસ્તાની મજા માણી શકાશે! ફૂડ કિઓસ્કના લોકોએ આસપાસ તથા રિવરફ્રન્ટની ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખવું પડશે.
આ સ્ટોલની ડિઝાઇન પણ તૈયાર છે! હવે ટૂંક જ સમયમાં જનતા આ સુવિધાનો લુફ્ત ઉઠાવી શકશે.