નરોડા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ
અહિં પેટીએમ કંપનીના QR કોડથી પણ ઓનલાઈન પૈસા લઈ દારૂ અપાય છે.
હાલ મળતી માહિતી મુજબ અમદાવાદમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. દેશી દારૂ!
અમદાવાદમાં નરોડા ગેલેક્સીથી નાના ચિલોડા તરફ જતા હાઇવેના, નરોડા રેલવે સ્ટેશન ઓવરબ્રિજ શરૂ થતાંના ખૂણા પર જ દેશી દારૂનો અડ્ડો. જ્યાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે; દેશી દારૂનો વ્યાપાર
આ અડ્ડો ઘણા સમયથી ચાલી રહ્યો હોવાનો રહીશોનો દાવો, સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા આ એરિયામાં દેશી દારૂના વેચાણ સહિત બેસીને પીવા માટે ઝૂંપડીઓ પણ બનાવી છે, આ સહિત વિદેશી દારૂ તેમજ અન્ય નશાકારક વસ્તુઓના વેચાણ સાથે આ બુટલેગર મોટા પાયે અહિં જુગાર પણ રમાડતો હોવાનો દાવો.
દારૂના વ્યસન કરનારાઓ માટે દારૂ સાથે ખવાતી ખાધ્ય વસ્તુઓ પણ અહિં મળી આવે છે. અને મળતી માહિતી મુજબ મોટા પ્રમાણમાં અહિં દારૂ પીવા અને ખરીદવા લોકો આવી રહ્યા છે.
આશ્ચર્યની વાત અહિં એ છે કે ધંધો કરનાર દારૂના અડ્ડે પેટીએમ કંપનીના QR કોડથી પણ પૈસા લઈ દારૂ વહેચી રહ્યો છે.