Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

અમદાવાદની હવા પ્રદૂષિત બની!

Updated on 15-11-2024 11:53

વિવિધ વિસ્તારમાં AQI સેન્સર લાગશે.

શહેરમાં શિયાળાની શરૂઆત થતાં વાતાવરણમાં અને શહેરની હવામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં હવાનાં સ્તર અલગ અલગ AQI આંકડા બતાવી રહ્યું છે. 
એર ક્વોલિટી ઇંડેક્સ (AQI)નાં આકડા મુજબ જેતે વિસ્તારનો AQI 200 થી નીચો હોય તો ચિંતાનો વિષય નથી. પરંતુ જો તે આંકડો 200 થી 500ની વચ્ચેનો રહે તો ત્યાંની હવા પ્રદૂષિત છે તેમ કહેવાય.

AQI - સ્થિતિ કેવી કહેવાય

0થી 50          ખૂબ જ સારી    
51થી 100        સારી             
101થી 150      મધ્યમ             
151થી 200     ખરાબ             
201થી 300    અત્યંત ખરાબ 
301થી 500    ગંભીર સ્થિતિ  

દિવાળી સમયથી જ અમદાવાદમાં આ સ્થિતિ બદલાયેલ છે. શહેરમાં ફટાકડાના ધૂમાંળાથી આ આંકડા બદલાયા હતા. હવે શિયાળો શરૂ થતાં આ આંકડાઓમાં અલગ અલગ વિસ્તારમાં વિવિધતા જોવા મળી રહી છે.

અમદાવાદ શહેરના 21 જેટલા વિસ્તારમાં AQI 200ના આંકડાને પાર કરી ગયું છે, જેનો અર્થ થાય કે તે વિસ્તારની હવા અત્યંત ખરાબ છે.

AQI મુજબ વિવિધ વિસ્તારોની સ્થિતિ

મેમ્કો                       321 
ઠક્કરબાપાનગર       329 
ઓઢવ                     340 
ખોખરા                    372 
જમાલપુર                  373 
અસારવા                  407 
ચાંદખેડા                   413 
રિવરફ્રન્ટ                  435 
વટવા                       449 
રામોલ                      445


અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આનું સસત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. 
અમદાવાદની હવાના આવા આંકડા જોયા બાદ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું છે કે અમદાવાદમાં દર 750 મીટરના અંતરે 100 જેટલા AQI સેન્સર લગાવવામાં આવશે. જેને માટે 15થી 20 કરોડ રૂપિયા ની જોગવાઈ કરાઇ છે. આ સેન્સરની મદદથી AQI પર સતત મોનીટરીંગ કરાતું રહેશે, જ્યાં આંકડા ગંભીર જણાય ત્યારે ત્યાં મિસ્ટ મશીનથી પાણીનો છંટકાવ કરવામાં આવશે. ટૂંક સમયમાં આ સેન્સર માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે.

 

Published by: Kunal Solanki
Published on: Nov 15, 2024
8 LIKE
SHARE
83 VIEWS

MORE NEWS