ગઠિયો ખોટો કર્મચારી બની BMW ઉઠાવી ગયો!
ચેન્નાઈથી ટ્રેલરમાં લવાયેલી ગાડીઓ માંથી એક BMW ઉઠાવી ગયો.
અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા ગેલોપ્સ BMW શો-રૂમ પર ચોરે સીધી ટ્રેલર માંથી ગાડી ઉઠાવી ભાગી ગયો,
ગઠિયો ₹60.54 લાખની કિંમતની કાર ચોરી ગયો.
અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા ગેલોપ્સ BMW શો-રૂમ માટે ચેન્નાઈથી BMW મેન્યૂફેક્ચર કરતાં પ્લાન્ટથી અમદાવાદ માટે જૈનીક્ષ પરવેન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ટ્રેલરમાં 3 ગાડીઓ સાથે આવવાનું હતું, જેમાં ટ્રેલર લઈને U.P સુલ્તાનપુરમાં રહેતો ડ્રાઈવર રાજકુમાર યાદવ અને કંડકટર તરીકે મોહમ્મદ તસ્લીમ આવ્યા હતા. 18 નવેમ્બરે આ ટ્રેલરે સુરતમાં 3 ગાડી ડિલિવર કરી હતી અને બાકીની 3 અમદાવાદમાં ગેલોપ્સ BMW શો-રૂમ પર ડિલિવર કરવાની હતી. જ્યાં તેઓ સવારે 5 વાગ્યે પહોંચી ગયા હતા. પણ સવારે શો-રૂમ બંધ હોવાથી રાજકુમાર અને તસ્લીમ ટ્રેલરને થોડે દૂર ઊભું કરીને આરામ કરી રહ્યા હતા.
8 વાગ્યા આસપાસ એક યુવક ત્યાં આવ્યો અને તેમને ઉઠાડયા, ત્યાર બાદ તેને કહ્યું કે હું BMW શો-રૂમ પરથી આવ્યો છું; આમાં BMWની ગાડીઓ છે ને! રાજકુમારે હા પડી હતી. ત્યાર બાદ તે વ્યક્તિ શો-રૂમ તરફ ગયો. અને થોડી વાર પછી પાછો આવી કહ્યું કે જો ગાડી અહી ખાલી કરશું તો ટ્રાફીક થશે, તેથી તેઓ ટ્રેલર આગળ બ્લૂ લગુન પાર્ટી પ્લોટ તરફ લઈ ગયા અને ગાડી એક પછી એક કાઢવા કહ્યું. ત્યાં રાજકુમારે તેને કહ્યું કે પેલા ચા-નાસ્તો કરીએ પછી કાઢીશું;
થોડા સમય પછી જ્યારે રાજકુમાર અને તસ્લીમ પાછા આવ્યા ત્યારે આ વ્યક્તિ એ ગાડીના કાગળ માંગ્યા; આ અજાણ્યા યુવકે ડ્રાઈવરને ગાડી એક પછી એક ઉતારવા કહ્યું અને ઉતારી ગાડીની ચાવીઓ તેને આપી દીધી પછી યુવકે કહ્યું કે હું એક પછી એક ગાડી શો-રૂમ પર લઈ જાઉ તેમ કહી એક ગાડી લઈને ત્યાંથી રવાના થયો.
20 મિનિટ ઉપર થયા છતાં તે પાછો ન આવતા રાજકુમારે તસ્લીમને શો-રૂમ પર જવા કહ્યું
ત્યાં સિક્યુરિટીને પૂછતાં તેને કહ્યું અહી ગાડી લઈને કોઈ આવ્યું જ નથી.
આ બનાવ બાદ ચોરીની શંકા જતાં રાજકુમારે સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ₹60.46 લાખની ઠગાઇ કરવાની ફરિયાદ નોંધાવી હતી.