Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

હજારો સાયકલ કાટ ખવાયેલી હાલતમાં.

Updated on 11-11-2024 17:36

વિદ્યાર્થીનીઓને માટે શું હવે નવી સાયકલ લવાશે?

વિદ્યાર્થીઓના હિત માટે લીધેલા નિર્ણયો ક્યાં-ક્યાં કાટ ખવાઇ રહ્યાં છે!

રાજ્ય સરકારના સામાજિક ન્યાય-અધિકારિતા તેમજ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 1થી 8નું પ્રાથમિક શિક્ષણ પત્યા બાદ ધોરણ 9માં  દૂરની શાળામાં અભ્યાસ માટે જવા પ્રોત્સાહન પૂરું પાડવા સરકાર દ્વારા SC, ST અને OBC કેટેગરની વિદ્યાર્થીનીઓને ફ્રી સાયકલ આપવામાં આવતી હોય છે. 
પરંતુ વર્ષ 2023ના પ્રવેશોત્સવ દરમિયાન લવાયેલી 5000થી વધુ સાયકલો લાંભાની નવભારતી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં કાટ ખાતી હાલતમાં જોવા મળી છે. 

લાંભામાં આ સાયકલો શાળાના મેદાનમાં તથા શાળાના ભોજનાલયમાં હજારોની સંખ્યામાં કાટ ખાતી હાલતમાં પડી રહી છે. આ સાયકલની જાળવણી માટે પગારદાર વ્યક્તિ પણ નિયુક્ત કરાયેલ છે. 
અહિયાં પ્રશ્ન એ ઊભો થાય છે; કે વિદ્યાર્થિનીઓને આ સાયકલ અપાઈ કેમ નથી?

અહિં બીજો પણ એક મુદ્દો પ્રકાશમાં આવે છે કે છે કે ગત વર્ષ 2023માં 1.55 લાખ સાયકલ વિતરણ કરવા માટે પ્રતિ સાયકલ ₹4444 દીઠ ₹66 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ આ સાયકલની કિંમતમાં અન્ય રાજ્યો કરતાં ₹500 વધુ ચૂકવાયા હોવાના આક્ષેપો લાગ્યા હતા. તથા ગુણવત્તા પણ યોગ્ય ન હોવાની વાત બહાર પડતાં મુદ્દો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો અને વિતરણ અટકાવવામાં આવ્યું હતું. 
અંતે કોઈ કાર્યવાહી હાથ ન ધરાઈ હોવાનું જોવા મળ્યું છે. જેને પરિણામે સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે. 
ફક્ત અમદાવાદ જ નહીં; રાજ્યના અનેક જિલ્લાઓમાં સાયકલ આવીજ હાલતમાં હોવાના અહેવાલો મળ્યા છે.

અહિં ઘણા પ્રશ્નો ઊભા થાય છે.

1) આટલી મોટી ગ્રાન્ટ ફાળવાઈ હોવા છત્તા વિદ્યાર્થિનીઓને સાયકલની ફાળવણી કેમ થઈ નથી ?
2) અને જો આ સાયકલની ગુણવત્તા નબળી હોય તો આ નુકશાનનો ભાર કોના માથે ?        
3) સાયકલની ગુણવત્તામાં કૌભાંડ કરનારા સામે કાયદેસરના પગલાં લેવાયા કે કેમ ? 
4) સરકાર તરફથી શું પગલાં લેવાશે ?
 

Published by: Kunal Solanki
Published on: Nov 11, 2024
3 LIKE
SHARE
62 VIEWS

MORE NEWS