સંસદમાં રજૂ કરાયું વન નેશન-વન ઇલેક્શન બિલ
સંસદમાં પ્રથમ વાર ઇલેક્ટ્રોનિક મશીનથી વોટિંગ થયું
વન નેશન વન ઇલેક્શન બિલને લોકસભામાં સ્વીકાર કરાયું. સંસદના શિયાળા સત્રમાં બિલ પસાર થયું. શિયાળુ સત્રનો આજે 17 ડિસેમ્બરે, 17મો દિવસ છે. જ્યાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સૌપ્રથમ સંસદમાં વન નેશન વન ઇલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું.
બિલ પસાર કર્યા બાદ સાંસદોને તેના પર વિચાર રાખવાનો સમય આપવામાં આવ્યો હતો, ત્યાર બાદ ઘણી પાર્ટીઓ દ્વારા વિરોધ નોંધાવાયો હતો.
જ્યાં બિલને ફરી રજૂ કરવા પક્ષમાં 220 તથા વિરોધમાં 149 મત આવ્યા.
ત્યાર બાદ ફરીથી સંસદોના મત લેવામાં આવ્યા જ્યાં બીજી વારમાં 269 વોટ બિલના પક્ષમાં આવ્યા અને 198 વોટ વિરોધમાં આવ્યા.
આ બિલ સામે NCP શરદ જૂથ, સપા, AIMIMના ઓવૈસી, શિવસેના UBT, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ જેવી પાર્ટીઓએ આ બિલ સામે વિરોધ નોંધાવ્યો હતો.
વન નેશન વન ઇલેક્શન બિલ છે શું ?
આ બિલનો ઉદેશ્ય છે કે ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ થતી હોય છે. તે બદલીને એક જ સમયે એક જ દિવસમાં તેમના મત આપી શકે.