Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

અમદાવાદમાં બનશે 5 નવા ફૂટઓવર બ્રિજ

રાહદારીઓના અકસ્માતની ઘટના ન બને તે માટે AMCનો પ્રયોગ.

અમદાવાદમાં એસ.જી હાઇવે પર થતાં અકસ્માત ટાળવા AMCનો નવો ઈલાજ

અમદાવાદના સરખેજ-ગાંધીનગર(S.G) હાઇવે પર ઠેર-ઠેર ઓવર બ્રિજ બની રહ્યા છે. જેથી વાહન ચાલકો પૂર ઝડપે વાહન દોડાવતા હોય છે. જેના કારણથી અકસ્માતો અને હિટ એન્ડ રન જેવી ઘટનાઓ વધી રહી છે. 

મોટે ભાગે આ ઘટનાઓમાં રોડ ક્રોસ કરી રહેલા રાહદારીઓ જ આવા અકસ્માતોનો ભોગ બનતા હોય છે.
અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ઘટનાના તોડ રૂપે એસ.જી હાઇવે પર અલગ અલગ સ્થળે 5 જગ્યાએ ફૂટઓવર બ્રિજ બનાવશે.જેનાથી રાહદારીઓ સરળતાથી રોડ ક્રોસ કરી શકે તથા કોઈ જાનહાનિ પણ ન બને. 
એસ.જી હાઇવેના 13km જેટલા અંતરના રોડ પર આ 5 ફૂટ ઓવર બ્રિજ બનશે.

કયા કયા સ્થળે બનશે ફૂટઓવર બ્રિજ ?

- ઇસ્કોન-રાજપથ ક્લબ વચ્ચે 
- ગ્રાન્ડ  ભગવતી પાસે 
- થલતેજ અંડરપાસ, બીનોરી હોટેલ વચ્ચે 
- ગોતા બ્રિજ 
- નિરમા યુનિવર્સિટિ
   
અમદાવાદના અન્ય સ્થળો પર ફૂટઓવર બ્રિજ બનાવવા માટે સર્વે કરાશે.    

આ પહેલા મ્યુનિ. એ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર તથા કેમ્પ હનુમાન મંદિર પાસે ફૂટઓવર બ્રિજ બનાવ્યો હતો. રાહદારીઓ મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે. જે બનાવતા પહેલા મ્યુનિએ સર્વે કર્યો હતો. અને આ પાંચેય જગ્યા પર ફૂટઓવર બ્રિજ બનાવવાનું નક્કી કરતાં પહેલા પણ સર્વે કરાયો હતો.

આ ફૂટઓવર બ્રિજ 50 મીટરથી લઈ 59 મીટર સુધીનો બનશે. તમામ બ્રિજને 6 મીટરથી ઊંચા બનાવાશે. વોક-વે 3.50 મિટરની પહોળાઈમાં હશે જેથી બંને તરફથી આવતા જતાં લોકોને સરળતા રહે.
અહિં લિફ્ટની સુવિધા પણ હશે જેથી વૃદ્ધ કે કમજોર લોકોને પગથિયાં ચઢવામાં તકલીફ ન પડે. 
આ ફૂટઓવર બ્રિજ પીપીપી મોડેલમાં બનશે.  પ્રત્યેક ફૂટઓવર બ્રિજ બનાવવા અંદાજે ₹3 કરોડ ખર્ચ થશે.  

Published by: Kunal Solanki
Published on: Nov 28, 2024
3 LIKE
SHARE
81 VIEWS

MORE NEWS