હીટ એન્ડ રન : ગોતા ઓગણજ રોડ, માતા પુત્રની હાલત ગંભીર
કારચાલકે પાછળથી આવીને પગપાળા જઈ રહેલા પરિવારને ટક્કર મારી
સાયન્સ સિટી ગોતા-ઓગણજ રોડ પર વીર સાવરકર હાઈટસ્ પાસે (15 સપ્ટેમ્બર) રાત્રી દરમિયાન રસ્તાની બાજુની સાઈડમાં એક દંપતી અને તેનો પુત્ર ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે અચાનકથી એક અજાણ્યા કાર ચાલકે મહિલા અને તેના પુત્રને ટક્કર મારી અને ટક્કર માર્યા બાદ માતા અને પુત્રને થોડા ફૂટ સુધી ધસડ્યા હતા અને ત્યારબાદ થોડી વાર પછી કાર ચાલકે પોતાની કાર રિવર્સ કરીને ફરાર થઈ ગયો. હતો.
માતા અને પુત્રની હાલત હાલ ગંભીર છે , બન્નેને તાત્કાલિક ઝાયડસ હોસિ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.