બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી સમયે અચાનક સર્જાયો અકસ્માત
Updated on 06-11-2024 15:41
બુલેટ ટ્રેન બ્રિજનો પિલર ધરાશાયી થતાં કામ કરતાં 4 શ્રમિકના મોત નિપજ્યાં, બીજા 1 શ્રમિકની હાલત ગંભીર.
આણંદ જિલ્લાના વાસદ ટોલનાક થી સારસા તરફ જવાના રોડ પર રાજુપૂરા ખાતે ચાલી રહેલા અંડર કન્સ્ટ્રક્શન બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો બ્રિજ બનાવવા માટે કામગિરી ચાલી રહી હતી; જ્યાં 5 નવેમ્બર, મંગળવારના રોજ બપોરે 3:30 વાગ્યા આસપાસ ક્રેનથી પિલર પર લોખંડના ગડર મૂકવાની કામગીરી દરમિયાન ક્રેન,ગડર અને પિલર ધરાશાયી થતાં 5 શ્રમિક દટાયા હતા, જ્યાં કાટમાળ નીચેથી ફાયર વિભાગની ટીમ દ્વારા 4 મૃતદેહ કાઢવામાં આવ્યા , બીજા 1 શ્રમિકની સ્થિતિ હાલ ગંભીર.
મૃતકના પરિવારજનોને સહાય સ્વરૂપે ₹ 20 લાખ મદદ આપવામાં આવશે.
આણંદ જિલ્લાના પોલીસ વડા ગૌરાંગ જસાણીએ જણાવ્યું હતું કે આ ઘટના કેવી રીતે બની? તેની માહિતી રેલ્વે પાસેથી માંગવામાં આવશે. તંત્રને સીધા તપાસના આદેશ અપાયા.