અમદાવાદમાં બનશે 5 નવી પાણીની ટાંકી
નિકોલ, વટવા, વાસણા અને વાડજના લોકોને લાભ!
.png)
શહેરના વિવિધ વિસ્તારને પાણીની સુવિધા પૂરતી માત્રામાં આપવા મ્યુનિ. ₹142 કરોડના ખર્ચે નિકોલ, વટવા, વાસણા અને વાડજમાં પાણીની ટાંકી અપગ્રેડ કરશે.
અમદાવાદ શહેરના વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં જૂની પાણીની ટાંકીઓ અપગ્રેડ કરવામાં આવશે. તથા નવા વધુ કેપેસિટીવાળા વોટર પમ્પિંગ સ્ટેશન બનાવાશે. અને ચાર વિસ્તારમાં 5 પાણીની ટાંકી બનશે.
વાડજ કેશવનગર ખાતે હાલ 4905 ચો.મી. એરિયામાં બનેલ 4.58 લાખ લિટરવાળી પાણીની ક્ષમતા વાળી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીને રિ-ડેવેલપ કરાશે, જ્યારે 42.4 લાખ લિટર ક્ષમતાના પંપ હાઉસ સાથે ₹18 કરોડના ખર્ચે 25 લાખ લિટરની ભૂગર્ભ ટાંકીને કારણે 2.5km વિસ્તારમાં રહેતા 60 હજાર લોકોને પાણી પૂરું પડાશે.
નવા વાસણા વિસ્તારમાં ₹34.07 કરોડના ખર્ચે 98 લાખ લિટરની અને પંપ હાઉસ સાથે 25 લાખ લિટરની ક્ષમતાવાળી અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવાશે. જે આસપાસના 80 હજાર લોકોને પાણી પૂરું પાડશે.
વટવા વિસ્તારમાં 25 લાખ લિટર કેપેસિટી વાળી ઓવરહેડ ટાંકી અને નિકોલ વિસ્તારમાં પંપ હાઉસ સાથેની 102 લાખ લિટરની અંડરગ્રાઉન્ડ ટાંકી અને 25 લાખ લિટરની ઓવરહેડ ટાંકી બન્યા બાદ આસપાસના 3.5km વિસ્તારના 84 હજાર લોકોને પૂરતું પાણી મળશે.